નિર્ણય:પોરબંદર - કાનાલુસ દૈનિક વિશેષ ટ્રેન 16 ઓગસ્ટથી શરૂ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર રેલ્વે દ્વારા નિર્ણય કરાયો

યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ 16 ઓગસ્ટ, 2021 થી આગામી સૂચના સુધી ભાવનગર ડિવિઝન પર વધુ 3 વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં પોરબંદર-કાનાલુસ-પોરબંદરનો પણ સમાવેશ કરાયો છે.

પોરબંદર-કાનાલુસ ટ્રેન નં. 09516 ડેઇલી સ્પેશિયલ આગામી તા. 16 ઓગસ્ટ, 2021 થી પોરબંદરથી દરરોજ 10.25 કલાકે ઉપડશે અને એ જ દિવસે 12.50 કલાકે કાનાલુસ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નં. 09515 કાનાલુસ-પોરબંદર દૈનિક વિશેષ કાનાલુસથી દરરોજ 15.00 કલાકે ઉપડશે અને એ જ દિવસે 17.15 કલાકે પોરબંદર પહોંચશે. ઉપરોક્ત બંને વિશેષ ટ્રેનો આગળની સૂચના સુધી ચાલશે આ અંગે વિસ્તૃત માહિતી મેળવવા યાત્રીઓએ www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લેવા એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...