પોરબંદરના મેમણ સૂર્યા જમાતના પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.મૂળ પોરબંદરના અને હાલ પુના રહેતા વેપારી મહમદ ઇકબાલ યુસૈફભાઇ ઐબાની દ્વારા પોરબંદરના બિલ્ડર યુસુફ પુંજાણી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં આ વેપારીની વડીલોપાર્જિત મિલકત મેમણવાડમાં આવેલ છે. 17 વર્ષ પહેલા આ વેપારી પરિવાર પોરબંદર આવેલ અને તેના માસી બીમાર હોવાથી પુના જતી વખતે સૂર્યાવાડ મેમણ જમાતને રૂ.10ના સ્ટેમ્પપેપર પર લેખિત જાણ કરેલ કે, માસી ફાતમાબાઈ હાલ બીમાર છે અને લાવારિસ છે. તેણીનું મોત અને દફનવિધિ મેમણ જમાત કરી આપે તેવી અપીલ કરી હતી.
માસીના અવસાન બાદ આ મિલકતનો ટેમ્પરરી કબજો તાબો જમાત પોતાની લઈને વહેલી તકે જાણ કરે. બાદ કબજો સોંપવા જમાતને અપીલ કરી જાણ કરી હતી. 27/5/2005માં માસી અવસાન પામ્યા હતા. પરંતુ મેમણ જમાત તરફથી જાણ કરવામાં આવી ન હતી. આ વેપારીને 3થી 4 માસ બાદ જાણ કરવામાં આવી હતી અને પોરબંદર આવ્યા ત્યારે મિલકત બાબતે મેમણ જમાત પાસે ગયા ત્યારે પ્રમુખ યુસુફ પુંજાણીએ કહેલ કે, તમારા માસીના દીકરાને અહીં આવવા દયો પછી મિલકત તમોને સોંપી દેશું. બાદ જાણ થયેલ કે, આ મિલકતવાળુ મકાન યુસુફે કોઈને ભાડેથી આપી દીધેલ છે.
માસીનું મરણ સર્ટિ. પણ હજુ આવેલ નથી તેમ કહ્યું હતું. વારસાઈ સર્ટિ. બતાવી યુસુફ પુંજાણી ને રૂબરૂ મળેલ ત્યારે યુસુફે કહેલ કે, તમારો માસીનો દીકરો મેમણ સૂર્યા જમાતને મસ્જિદ બનાવવા માટે સોંપી આપેલ છે. જેથી આ વેપારીએ ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અંગેના કાયદાની જાણ થતા આ મિલકત બાબતે યુસુફ મોહમ્મદ પુંજાણી વિરુદ્ધ કલેક્ટર પોરબંદરને નવા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ અરજી કરી હતી. આ જમીન રૂ.12 લાખની થાય છે અને જમીન પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબજો કરતા ગુનો નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.