પાણીનો સંગ્રહ:પોરબંદરને પીવાના પાણીની સમસ્યા ટળી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સન 1900ના સમયમાં બનેલા પોરબંદરના બંને ડેમ દરવાજા વિનાના છે - Divya Bhaskar
સન 1900ના સમયમાં બનેલા પોરબંદરના બંને ડેમ દરવાજા વિનાના છે
  • ખંભાળા ડેમમાં 69.42 ટકા અને ફોદાળા ડેમમાં 75.92 ટકા પાણી ભરાયું : પોરબંદરમાં 7 મહિના વિતરણ કરી શકાય તેટલું પાણી ડેમમાં

પોરબંદરને પીવાનું પાણી પુરુ પાડતા ફોદાળા અને ખંભાળા ડેમમાં આ ચોમાસે વરસાદ રહી રહીને વરસાદ વરસતા પોરબંદરને પીવાના પાણીની સમસ્યા 7 મહિના માટે ટળી છે. ખંભાળા ડેમમાં 69.42 ટકા અને ફોદાળા ડેમમાં 75.92 ટકા પાણી ભરાઇ ગયું છે જેને લીધે પોરબંદર અને રાણાવાવ બંને પીવાનું પાણી 7 મહિના સુધી આરામથી પુરું પાડી શકાય તેમ છે. પોરબંદર અને રાણાવાવ ને પીવાનુ પાણી ખંભાળા પાસેના ખંભાળા ડેમમાંથી અને ફોદાળા ડેમમાંથી પુરુ પાડવામાં આવે છે.

વર્ષ 2019 અને 2020 માં આ બંને ડેમ ઓવરફલો થઇ ગયા હોવાથી આ ચોમાસે આ બંને ડેમમાં અગાઉનું સંગ્રહ થયેલું પાણી ભરાયેલું હતું. પરંતુ આ ચોમાસે આ બંને ડેમ પર વરસાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસ્યો હતો જેને લીધે પરિસ્થિતિ વિકટ બની હતી. પરંતુ રહી રહીને તાજેતરમાં છેલ્લા અઠવાડીયામાં પડેલા વરસાદને લીધે આ બંને ડેમમાં પાણીની આવક થતા આ બંને ડેમમાં આગામી 7 મહિના ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઇ ગયો છે. ખંભાળા ડેમની વાત કરીએ તો ખંભાળા ડેમની ક્ષમતા 546 અને ફોદાળા ડેમની ક્ષમતા 835 MCFT પાણી સંગ્રહ કરવાની છે.

જેની સામે હાલ ખંભાળા ડેમમાં 377.09 MCFT પાણીનો સંગ્રહ થઇ ગયો છે જે ડેમની ક્ષમતાના 69.42 ટકા જેટલો થાય છે. જેને લીધે પાણીનું લેવલ 29.03 ઇંચ જેટલું થયું છે. આ ડેમમાં સરેરાશ અંદાજીત 30 કયુસેક પાણીની આવક ચાલુ છે. જયારે કે ફોદાળા ડેમની ક્ષમતા 835 MCFT છે જેની સામે હાલ ફોદાળા ડેમમાં 634.10 MCFT પાણીનો સંગ્રહ થયો છે જે ક્ષમતા 75.92 ટકા છે. પાણીનું લેવલ 32.05 ઇંચ છે અને અંદાજીત પાણીની આવક 246.5 કયુસેક છે.

આ બંને ડેમમાંથી પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકા વિસ્તારમાં લોકોને અને રાણાવાવ નગરપાલિકા વિસ્તારના લોકોને તેમજ ઘેડ વિસ્તારના 49 ગામડાઓને પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. બંને ડેમમાં પાણીની આવક થઇ જતા હવે આ વિસ્તારના લોકોને 7 મહિના સુધી પીવાનું પાણી આ બંને ડેમમાંથી પુરુ પાડી શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

પોરબંદરમાં પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા ખંભાળા ડેમને 1901 માં બનાવવામાં આવ્યો હતો જયારે કે ફોદાળા ડેમને 1975 ના સમયગાળામાં બનાવવામાં આવ્યો છે. અર્ધન પ્રકારના બંને ડેમ માટીના પાળા વાળા છે અને તેમાં ગેટ મુકવામાં આવેલા નથી. જયારે પણ આ ડેમ ઓવરફલો થાય છે ત્યારે પાણી ડેમની દિવાલ ટપીને બીજી બાજુ વહતું જાય છે.

ડેમ સાઇટમાં ચાર વર્ષમાં વરસેલો વરસાદ ઇંચમાં
વર્ષખંભાળાફોદાળા
201812.7613.08
201930.7637.2
20207553.4
202117.432.5
અન્ય સમાચારો પણ છે...