હોબાળો:પોરબંદર આશાવર્કર બહેનોને કોરોના કામગીરીનું વળતર ન મળતાં હોબાળો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રી કાર્યકરોને સાથે રાખી વળતરની માંગ કરી

પોરબંદર જિલ્લાની આશાવર્કર બહેનો જિલ્લા પંચાયત ખાતે પહોંચી હતી. કોંગ્રેસના આગેવાન રામદેભાઈ મોઢવાડીયા, ધર્મેશભાઈ પરમાર સહિતના આગેવાનોએ સાથે રહી વળતરની માંગ સાથે હોબાળો બોલાવ્યો હતો. આગેવાનો અને બહેનોએ ડીડીઓને જણાવ્યું હતું કે કોરોના સમયમાં સર્વે કામગીરીના 1 માસના રૂ. 1000 મળવાપાત્ર હતા તેમાંથી અમુક માસના રૂ. 500 આવ્યા છે.

કોરોના સેશનના રૂ. 200 અને નાસ્તાના રૂ. 100 આપવાના હતા જે આપ્યા નથી. વધારાના કામનું મહેનતાણું મળતું નથી. PMMVYના ફોર્મ ભરવાના વળતર મદયા નથી. ANC બહેનોનું 9 માસ સુધી સેવાનું વળતર મળ્યું નથી. બહેનોએ જણાવ્યું હતું કે જ્યારે મહામારીમાં દર્દીના ધરે કોઈ જતું ન હતું ત્યારે આશાવર્કર બહેનોએ ઘરે ઘરે જઈને કામગીરી બજાવી છે.

ચૂંટણી કે સામુહિક સંમેલનમાં માણસો ભેગા કરવા બહેનોને બોલાવે છે અને શાંજ સુધી પાણી નાસ્તો પણ મળતો નથી. મળવાપાત્ર વળતર આપો તેવી માંગ કરી હતી. જ્યારે ડીડીઓએ જણાવ્યું હતું કે સેશન અને નાસ્તા અંગે તુરંત વળતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને અન્ય વળતર માટે પણ સરકારમાં જાણ કરશું.

અન્ય સમાચારો પણ છે...