હાલાકી:પોરબંદરમાં આજે પણ નહિવત પાણી વિતરણ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાઇપલાઇનના વાલ્વ ખરાબ થયા

પોરબંદરમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની સમસ્યાના કારણે નગરજનો પરેશાન બની રહ્યા છે. પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં નગરજનોને મળતું ન હોવાના કારણે પાણીની સમસ્યાને લઇ બહેનો સહિતના લોકો ભારે પરેશાન બની રહ્યા છે. પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મેળવવા માટે શહેરીજનો વલખા મારી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની સમસ્યા લોકોને પરેશાન કરી રહી છે.

નર્મદાની મુખ્ય પાઇપલાઇનનું વાલ ખરાબ થઈ જતા આજે પણ નગરજનોને નહિવત પાણી મળશે. પોરબંદર ન.પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું છે કે પોરબંદર શહેરને નર્મદા એનસી ૩૮ મુખ્ય પાઇપલાઇનનું વાલ્વ ખરાબ થતા જે રીપેરીંગ કરવા માટે પાણી પુરવઠા વિભાગમાંથી કામગીરી હાથ ધરવામાં આવી છે.

મુખ્ય પાઇપલાઇનનો વાલ્વ રીપેરીંગની કામગીરી થઈ રહી હોવાના કારણે શહેરમાં આજે તારીખ ૪ જાન્યુઆરીના પણ નહિવત પાણી પુરવઠો મળશે, જેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. આમ નર્મદાની મુખ્ય પાઇપલાઇનનું વાલ્વ ખરાબ થઈ જતા નગરજનો પીવાના પાણી માટે વધુ પરેશાન બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...