તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાળવણીનો અભાવ:સાંદિપની પાસે નવા બનાવેલ શૌચાલયની દયનિય હાલત

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા છે. લોકોને જાહેરમાં શૌચક્રિયા ન કરવી પડે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. શહેરમાં આવેલ સાંદિપની વિદ્યા નિકેતન પાસે જાહેર શૌચાલય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં જાહેર સોચાલય નવું બનાવવામાં આવ્યું છે પરંતુ જાળવણીના અભાવે હાલ શૌચાલયનું નિકંદન નીકળ્યું છે.

સરકાર દ્વારા અઢળક ખર્ચ કરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ ક્યાંક લોકો દ્વારા પણ જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સૌચાલયમાં પાણીના પ્લાસ્ટિકના ટાકાની તોડફોડ કરવામાં આવી છે. તેમજ બારી-બારણા સહિતની તોડફોડ કરવામાં આવી છે. સરકાર લોકોની સુખાકારી માટે સુવિધા ઉપલબ્ધ કરાઇ છે પરંતુ ક્યાંક લોકોની પણ બેદરકારી સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...