તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદ ઉકેલાયો:પોરબંદર શહેરમાં ફેરિયાની ગુમ થયેલી બેગ પોલીસે પરત અપાવી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા કેમેરાઓના ઉપયોગથી ભેદ ઉકેલાયો
  • પશ્ચિમ બંગાળના ફેરિયાની કાપડ ભરેલી બેગ કોઈ શખ્સ ઉઠાવી ગયો હતો

પોરબંદર જિલ્લાના નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા કેમેરાઓ નો મહત્તમ ઉપયોગ કરી ગુન્હાનો ભેદ ઉકેલવા પ્રયાસ થઈ રહ્યા છે જેમાં પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના કછુવા ગામનો અરૂપ હરીપ્રસાદ ઘોષ નામનો એક યુવાન પોરબંદર ખાતે કાપડ વેચવા આવેલ હતો.

તે સમય દરમ્યાન ચોપાટી ખાતેથી પોતાનું કાપડ ભરેલ બેગ કે જેમાં આશરે રૂ.20,000 જેટલી કિંમતના લીનન કાપડ હતા, જે બેગ કોઈ અજાણ્યો રેકડીવાળો શખ્સ બેગ લઈ ફરાર થઈ ગયો હતો. જેથી આ યુવાને તુરંત પોરબંદર પોલીસનો સંપર્ક કરતા કમાન્ડ કંટ્રોલ સેન્ટરનાં હેડ અને નાયબ પોલીસ અધિક્ષક ભરત પટેલ સાહેબના માર્ગ દર્શન હેઠળ પીએસઆઇ પ્રતીક પટેલ ઉપરાંત નેત્રમ સ્ટાફ અને કમલાબાગ પોલીસ સ્ટાફ શહેરના તમામ કેમેરાઓમાં સઘન સર્વેલન્સ કરી આ ચોરી કરેલ શખ્સને 24 કલાકની અંદર જ કમલાબાગ પોલીસ દ્વારા પકડી પાડી આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કરી ધોરણસર ની કાર્યવાહી કરી, આ યુવાન અરજદાર ને સામાન પરત કરાવેલ હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો