તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પોરબંદર શહેરમાં જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે પોલીસની લાલઆંખ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય સામાજીક-અંતર વગર ગ્રાહકોની ભીડ એકઠી કરનારા ધંધાર્થીઓ સામે કાર્યવાહી

પોરબંદર જિલ્લામાં કોવિડ-19 અંગેના જાહેરનામાનો ભંગ કરી, પોતાના ધંધાકીય સ્થળ આસપાસ ગ્રાહકો વચ્ચે યોગ્ય સામાજીક-અંતર રખાવ્યા વગર ભીડ એકઠી કરનારા ધંધાર્થીઓ સામે પોલીસે લાલઆંખ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોરબંદરમાં અશોક મોતીરામ ઇગોલે પોતાની ‘ગુણવંત બાબા ચાઇનીઝ’ નામની ખાણીપીણીની રેકડીને શહેરના એસીસી ગ્રાઉન્ડ પાસે ઊભી રાખી, રેકડી આસપાસ ગ્રાહકોની ભીડ જમા કરી હતી.

તેવી જ રીતે હિતેશ શામજીભાઇ રાઠોડે માસ્ક પહેર્યા વગર પોતાની શહેરના કમલાબાગ પાસે આવેલી વાણંદકામની દુકાનની અંદર ગ્રાહકોની ભીડ ભેગી કરી હતી, તેવી જ રીતે હસન ઇબ્રાહીમભાઇ ચૌહાણે શહેરના આશાપુરા ચોક ખાતે પોતાની ફ્રૂટની લારી આસપાસ માણસોની ભીડ ભેગી કરી હતી, આ ઉપરાંત રાણાવાવમાં રવી કિશોરભાઇ ચુડાસમાએ અને રાજેશ અનીલભાઇ સોલંકીએ માસ્ક પહેર્યા વગર રાણાવાવ મેઇન બજારમાં પોતની ફ્રૂટની લારીઓને ઊભી રાખીને લારી આસપાસ ગ્રાહકોના ટોળા એકઠા કર્યા હતા. તમામ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો