તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસની લાલ આંખ

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિક્ષામાં વધુ પેસેન્જર ભરનાર રિક્ષાચાલક સામે કાર્યવાહી

પોરબંદરના ઇન્દીરા નગર વિસ્તારમાં રહેતો મેરખી ઉર્ફે મુનો દેવા ચાવડાએ પોતાની રીક્ષામાં વધુ સંખ્યામાં પેસેન્જરો બેસાડી, સામાજીક-અંતરના નિયમોનો ભંગ કરીને જ્યુબેલી રોડ પરથી નીકળતા પોલીસે મેરખી સામે કાર્યવાહી કરી હતી. તેવી જ રીતે ઇન્દીરા નગર વિસ્તારમાં રહેતો લખમણ કારા સરવૈયાએ પોતાની રીક્ષામાં વધુ સંખ્યામાં પેસેન્જરો બેસાડી સામાજીક-અંતરના નિયમોનો ભંગ કરતા પોલીસે લખમણ સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત નિલેષ ભીમજી વાંદરીયાએ માસ્ક ન પહેરીને પોતાની આમ્રપાલી પાનની દુકાન આસપાસ ગ્રાહકોના ભેગા કરતા પોલીસે નિલેષ સામે કાર્યવાહી કરી હતી તેમજ અનીલ ભીમજી ગોહેલે એમજી રોડ પર આવેલી પોતાની વિરાટ પાન નામની દુકાન આસપાસ ગ્રાહકોને ભેગા કરતા પોલીસે અનીલ સામે કાર્યવાહી કરી હતી. તેવી જ રીતે ભીખુ ઉર્ફે અતુલ રામભાઇ મકવાણાએ જ્યુબેલી ચાર રસ્તા પાસે આવેલી બાલવી પાન નામની પોતાની કેબીને ગ્રાહકોને ભેગા કરતા તેની સામે પણ કાર્યવાહી કરાઇ હતી. આ ઉપરાંત જીલ્લાના કુતિયાણા શહેરમાં વિક્રમ ભાયા આગઠ નામના દુકાનદારે પોતાની દુકાન આસપાસ ગ્રાહકોના ટોળા ભેગા કરવાથી વિક્રમ સામે કાર્યવાહી કરાઇ હતી તેમજ કુતિયાણામાં હિતેષ ભીમા દાસાએ પોતાની પસવારીના પાટીયા પાસે આવેલી દુકાન આસપાસ ગ્રાહકોના ટોળા એકઠા કર્યા હોવાથી હિતેષ સામે કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો