તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે પોલીસની લાલઆંખ

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માધવપુરમાં ચાલુ ફોને બાઇક ચલાવનાર સામે કાર્યવાહી

પોરબંદર જિલ્લામાં ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં શહેરના જ્યુબેલી રોડ પર જાહેર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઠાઠું-રીક્ષા પાર્ક કરનાર સામે અને માધવપુરની મેઇન બજારમાં ચાલુ બાઇક પર ફોન પર વાતચીત કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોરબંદર જીલ્લા ટ્રાફિક પોલીસે પોતાની ફરજ પરની કામગીરીના ભાગરૂપે જાહેર રોડ પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને અટકાવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી, જેમાં જીલ્લાના પાતા ગામની વાડી વિસ્તારમાં રહેતો અર્જુન ઉર્ફે અરજનભાઇ નાગાભાઇ પરમાર નામનો શખ્સ પોતાના કબ્જાવાળુ મોટરસાઇકલ નં.- GJ-25-N-5079 ને લઇને ચાલુ મોટરસાઇલ પર ફોન પર વાતચીત કરતો અને પૂરપાટ ઝડપે માનવ જીંદગી જોખમાઇ તેમ બેદરકારી પૂર્વક પોતાનું મો.સા. ચલાવીને નીકળતા પોલીસે અર્જુન ઉર્ફે અરજનભાઇને અટકાવી, ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બીજી તરફ પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં રહેતો કિશોર મનસુખલાલ દવે એ શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા જ્યુબેલી ચાર રસ્તા પાસેના જાહેર રોડ પર પોતાની ઠાઠું રીક્ષા નં. GJ-11-W-2331 ને જાહેર ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ અને કોઇ ગંભીર અકસ્માત ઘટે તે રીતે પોતાની રીક્ષાને ઊભી રાખતા ટ્રાફિક પોલીસે કિશોર સામે પણ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો