પોલીસ કાર્યવાહી:મોઢવાડા ગામે દેશીદારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી, 1 ઝડપાયો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કાર્યવાહી છતાં જિલ્લામાં દેશીદારૂની ભઠ્ઠીના હાટડાં
  • ભઠ્ઠીની સાધન-સામગ્રી સહિતનો મુદામાલ જપ્ત કરી

પોરબંદરના મોઢવાડા ગામના એક ઢાળીયામાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી દારૂ સહિત દેશીદારૂ બનાવવાની સાધન-સામગ્રી જપ્ત કરીને ભઠ્ઠી ચલાવનાર શખ્સને ઝડપી લીધો હતો.પોરબંદર જીલ્લાના મોઢવાડા ગામે દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહ્યાની મળેલ ચોક્કસ બાતમીના આધારે બગવદર પોલીસે મોઢવાડા ગામના માલદેવીયા ફળીયા વિસ્તારમાં આવેલ એક ઢાળીયામાં દરોડો પાડ્યો હતો

અને ત્યાંથી દેશીદારૂ બનાવવાની સાધન-સામગ્રી જેવી કે, ગેસનો બાટલો, ચુલો, ટીનની કોઠી નંગ-2, પતરાના ડબ્બા નંગ-15 તેમજ દેશીદારૂના આથાથી ભરેલા કેરબા નંગ-3, આથો 30 લીટર, દેશીદારૂ 15 લીટર સહિતનો કુલ રૂ.3,825/- નો મુદામાલ જપ્ત કર્યો હતો અને દરોડા દરમ્યાન ભઠ્ઠી ચલાવનાર રામા વિક્રમ મોઢવાડીયા નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેની સામે ગુનો નોંધી, કાયદેસરની આગળની વધુ તપાસ બગવદરના PSI-એચ.સી.ગોહિલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...