પત્તા પ્રમીઓ રંગે હાથે ઝડપાયા:ફટાણા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો, પાંચ શખ્સોની મુદ્દામાલ સાથે અટકાયત

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ આવી છે અને ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર ઇસમો પર કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવ્યું છે. જે અન્વયે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક પોરબંદર ગ્રામ્ય ઋતુ રાબાના માર્ગદર્શન મુજબ બગવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ એચ.સી.ગોહિલ તથા પોલીસ સ્ટેશનના સ્ટાફ માણસો દારુ-જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.

નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ કોન્સટેબલ જયમલ મોઢવાડીયાને મળેલ બાતમી આધારે ફટાણા ગામ માવજી ચોકમાં રેઇડ કરવામા આવી હતી. રેઇડ દરમિયાન જાહેરમાંથી કુલ ઇસમોને ગંજીપત્તાના પાના તથા રોકડ રકમ 16100ના મુદ્દામાલ સાથે જુગાર રમતાં પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસે જુગાર ધારા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ
(1) રામાજી રાણાજી ઓડેદરા ઉં.વ.35
(2) અરજન લખમણ ઓડેદરા ઉં.વ.48
(3) લીલા લખમણ ઓડેદરા ઉં.વ.36
(4) માલદે દુલા મોઢવાડીયા ઉં.વ.32 રહે. ચારેય ફટાણા ગામ
(5) રણજીત લીલા ખુંટી ઉં.વ.39 રહે. બગવદર તા. જી. પોરબંદર

અન્ય સમાચારો પણ છે...