પોરબંદર સાયબર પોલીસ દ્વારા સાયબર ફ્રોડના કિસ્સાઓથી બચવા પોલીસે વેપારીઓને સતર્ક કર્યા છે. સાયબર ક્રાઇમ પોલીસે કહ્યું હતું કે પોરબંદર કોસ્ટગાર્ડમાંથી કોઈ માલ સામાનની ખરીદી કે ફૂડ ઓર્ડર માટે કોઈ ફોન કરે તો ખરાઈ કર્યા વગર કોઈ જાતના ઓર્ડર સ્વીકારવા નહીં. ક્યુઆર કોડ સ્કેન કરવાની કે ઓનલાઈન ઓર્ડર સ્વીકારતી વખતે ઓટીપી, પીન, ફોન પે, ગુગલ પે માં નાખવાની જરૂર નથી.
કોઈ વેપારીને માલસામાન કે ફૂડ ઓર્ડર આપવા માટે ફોન આવે છે જેમાં પોરબંદર નેવી અથવા કોસ્ટગાર્ડ માંથી બોલે છે તેમ જણાવે તો માલ સામાન કે ઓર્ડરને નેવી કે કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર ખાતે પહોંચાડો તેવું જણાવવામાં આવે છે અને રૂપિયા ચૂકવવા માટે ફોન પે, ગુગલ પ્લેમાં ક્યુઆર કોડ સ્કેન કરવા જણાવે છે જે સ્કેન કરતાં વેપારીના ખાતામાંથી કપાઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.