જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લામાં આગામી સમયમાં મકરસંક્રાતિના તહેવારને અનુસંધાને શહેરમાં ચાઇનિઝ/પ્લાસ્ટિક દોરી જે દોરીના ઉપયોગના લીધે માણસો તથા પશુ-પક્ષીના જાનનું જોખમ રહેલો હોવાનું જાણવા છતા દોરીનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલી છે. જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.એ.મકવાણા તથા સ્ટાફના માણસો કુતિયાણા ટાઉન વિસ્તારમાં આવેલા દોરી પતંગોની દુકાનો ચેક કરવા માટે પેટ્રોલીંગમાં નીકળેલા હતા.
પેટ્રોલીંગ દરમ્યાન ટાવરચોક નજીક આવતા માહિતી મળેલી કે રમેશ કેશુ પરમાર ટાવર ચોકમાં આવી ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે ટાવરચોકમાં જઇને ચેક કરતા તેની પાસે બાચકામાં ચાઇનિઝ/ પ્લાસ્ટિક દોરીની રીલ (ફીરકી) મળી આવેલી હતી. જે બાચકામાંથી બહાર કાઢી ગણી જોતા રીલ (ફીરકી) નંગ-10 મળી આવેલી હતી. જે એક નંગની કિંમત રૂપિયા 300 લેખે કુલ રૂપિયા 3000ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.
પકડાયેલ મુદ્દામાલ
ચાઈનીઝ/પ્લાસ્ટીક દોરી (ફીરકી) નંગ-10 કિંમત રૂપિયા 3000
આરોપી
રમેશ કેશુ પરમાર રહે.મહોબતપરા તા.કુતિયાણા જી.પોરબંદર
કામગીરી કરનાર અધિકારી-કર્મચારી
આ કામગીરીમાં કુતિયાણા પીએસઆઈ એ.એ.મકવાણા, હેડ કોન્સટેબલ હઠીસિંહ સીસોદીયા, રાજુ રાડા, પોલીસ કોન્સટેબલ યશપાલસિંહ વાળા, ભરત ગોજીયા, પીયુષ ઓડેદરા તથા મેરામણ ખોડભાયા વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.