આયોજન:પોરબંદરમાં ગોસા-ઘેડ ખાતે પોલીસે કાયદો વ્યવસ્થાની સમક્ષા મીટીંગ યોજી

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોસા-ઘેડ ગામના શ્રીલીરબાઇ માતાજીના મંદિર પરીસર ખાતે પોરબંદર જીલ્લાના ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલની અધ્યક્ષતામાં કાયદો-વ્યવસ્થા અંગે ગ્રામજનો સાથે એક મીટીંગ યોજી હતી. તેમજ ગ્રામ્યકક્ષાએ કોઇપણ પ્રકારની બીનકાયદેસરની કામગીરી થતી હોય અને કાયદો હાથમાં લઇને કોઇપણ પ્રકારના ગુનાઓ આચરવામાં આવતા હોય અને ગ્રામજનોને ડરાવી-ધમકાવીને ગેરકાયદેસર રીતે કાર્યો થતા હોય તો પોલીસને જાણ કરવી તેમજ કાયદો-વ્યવસ્થાને જાળવવા પોલીસને સહકાર આપવો. આ તકે નવીબંદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ગામના સરપંચ, મંદિરના પૂજારી, ગ્રામ્યકક્ષાના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...