ટેન્કરે અકસ્માત સર્જયો:બાબડા ગામ પાસે ટેન્કર સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુરઝડપે આવતા ડિઝલ ટેન્કરે અકસ્માત સર્જયો

પોરબંદર જિલ્લાના બાબડા ગામના પાટીયાથી આગળ જતા રસ્તા પર ગઇકાલે એક ડિઝલ ટેન્કર અને મોટર સાયકલ અથડાતા મોટર સાયકલ પર સવાર યુવાનનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના બાબડા ગામના પાટીયા પાસે ગઇકાલે સાંજના સમયે શીશલી ગામનો એક યુવાન પોતાના મોટર સાયકલ નંબર GJ-25-N-4344 પર સવાર થઇને જઇ રહ્યો હતો.

સામેથી પુર ઝડપે આવી રહેલા એક ડિઝલ ટેન્કર નંબર GJ-11-VV-0440 સાથે તેનું મોટર સાયકલ ધડાકાભેર અથડાયું હતું અને આ અકસ્માતમાં મોટર સાયકલ ચલાવી રહેલા યુવાનને ગંભીર ઇજા થતા તેનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે મૃતકના ભાઇએ પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના PSI એચ. સી. ગોહીલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...