ચૂંટણી:પોરબંદર- રાણાવાવમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પોલીસ એક્શન મોડમાં

ગુજરાતભરમાં ચૂંટણીની જાહેરાત થતા જ ચુંટણીની તૈયારીના ભાગરૂપે પોરબંદર-રાણાવાવમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે અને પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ પહેલી ડિસેમ્બરના રોજ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.

આ ચુંટણીની જાહેરાત સાથે પોરબંદર જિલ્લાની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને પોરબંદર જિલ્લાના પોલીસ વડા ડો. રવિમોહન સૈનિ દ્વારા ચૂંટણી અંગેનો એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ એક્શન પ્લાનના ભાગરૂપે ગઈકાલે પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં Dy.S.P. સુજીત મેહેડુ તથા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ અને પોલીસ સ્ટાફે અર્ધ લશ્કરી દળોની સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...