તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણા:પીવાનાં પાણીમાં ગટર ભળતા પાલિકાનો ઘેરાવ, રજૂઆત કરવા આવેલા 10 લોકોની પોલીસે કરી અટકાયત

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદા પાણીનો બોટલો લઇને પાલિકાએ પહોચ્યા : સુત્રોચ્ચાર કર્યા

પોરબંદરના ખારવાવાડમા પીવાના પાણીની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરના પાણીભળી રહ્યાં છે.જેથી સ્થાનિકોએ ગંદા પાણીની બોટલ સાથે રાખી પાલિકાને ઘેરાવ કરી સુત્રોચાર કર્યા હતા. ભૂગર્ભ ગટરના કામોનું કમ્પ્લીશન સર્ટી આપનાર સામે ગુન્હો નોંધવા માંગ કરી છે. ગંદા પાણીના વિતરણ અંગેની રજુઆત અને ઘેરાવ કરવા આવેલ લોકોમાંથી પોલીસે 10 લોકોની અટકાયત કરી હતી.

પોરબંદરના કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી અનિયમિત અને ગંદુ પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો ઉઠી છે. બે દિવસ પૂર્વે ગુરુવારે કડીયાપ્લોટ શેરી નં. 7ની મહિલાઓ પાણી અંગે પાલિકાને ઘેરાવ કરવા આવી હતી. જ્યારે ગઈકાલે શુક્રવારે ખારવાવાડ વિસ્તારના સ્થાનિકો પાલિકાને ઘેરાવ કરવા આવી પહોંચ્યા હતા. ખારવાવાડ વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં મિક્ષ થઈ રહ્યા છે. પીવાના પાણીની લાઇન મા ભૂગર્ભ ગટર બનાવી છે જેથી નિયમ મુજબ કામ ન થતા પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી આવે છે. આ પાણી અત્યંત ગંદુ અને કચરા વાળું આવે છે જે પીવાલાયક તો નથી પરંતુ વાપરવા લાયક પણ નથી. જેથી પાલિકા તંત્રને ધ્યાને આવે તે માટે સ્થાનિકો ગંદા પાણીની બોટલો લઈને પાલિકાને ઘેરાવ કર્યો હતો તેમજ પાલિકા દ્વારા વિતરણ થતું આ ગંદુ પાણી પાલિકાના કર્મીઓ પીવે તો ખબર પડે તેવું જણાવી સુત્રોચાર કર્યા હતા. અને ભૂગર્ભ ગટરનું પાણી, પીવાના પાણીની પાઇપલાઇનમા ભળતું અટકાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેમજ આ કામનું કમ્પ્લીશન સર્ટી આપનાર પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર, તત્કાલીન એન્જીનીયર, તત્કાલીન પ્રમુખ સહિતના સામે ગુન્હો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે.

પાલિકાના અધિકારી કે પ્રમુખ હાજર ન હતા !!
ખારવાવાડમાં ગંદા પીવાના પાણી વિતરણ થતા સ્થાનિકો પાલિકા ખાતે રજુઆત અને ઘેરાવ કરવા આવ્યા ત્યારે ચીફ ઓફિસર અને પ્રમુખને રજુઆત કરવા જણાવ્યું હતું પરંતુ તેઓ હાજર ન હતા જેથી કર્મચારી ગોરસિયા એ આવેદન સ્વીકારી બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપી છે.

જન આંદોલન કરવું પડશે - કોંગ્રેસ
ખારવાવાડ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની ચેમ્બર માંથી પીવાના પાણીની લાઈનો પસાર થતી જોવા મળે છે. પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી મિક્ષ થઈ રહ્યા છે ત્યારે આ કામમાં કમ્પ્લીશન સર્ટી આપનાર તત્કાલીન અધિકારી અને પદાધિકારી સામે માનવ વધનો ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવે અન્યથા પ્રજાને સાથે રાખી જન આંદોલન કરવું પડશે તેવુ કોંગ્રેસના રામદેવભાઈ મોઢવાડીયા, જીવનભાઈ જુંગી, હેરી કોટિયા સહિતના આગેવાનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...