ભૂ-માફિયાઓ બેફામ બન્યા:પોરબંદરમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ, નાગકા અને દેગામના 4 શખ્સો સામે ગુનો નોંધાયો

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનીયમ હેઠણ પોલીસ ફરીયાદ નોંધવામા આવી છે. જેમા પોરબંદર તાલુકાના નાગકા અને દેગામ ગામના 4 શખ્સો સામે 1 કરોડની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરતા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ બગવદર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરવામા આવી છે.

ફરીયાદી શીતલબેન વા/ઓ રાજુ ઉર્ફ રાજેન્દ્ર રાણાવાયા (ઉં.વ.39), ધંધો- ઘરકામ રહે.નંદઆનંદ એપાર્ટમેન્ટ પોરબંદર વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, નાગકા ગામની સીમમા ખેતીની આઠ વિઘા જમીન આવેલ છે. જે જમીનની બજાર ભાવ મુજબ કિંમત રૂપિયા 56 લાખ થાય છે. જે મીલ્કત પર આરોપી 1 ભીમા માલદે રાણાવાયા (ઉ.વ.25) 2 માલદે અરભમ રાણાવાયા (ઉ.વ.65) બંને રહે.નાગકા ગામ તા.જી.પોરબંદર વાળાએ ગેરકાયદેસર કબ્જો જમાવી ફરીયાદીની સ્વતત્રં માલીકીની ખેતીની જમીન પચાવી પાડેલ છે. અને ફરિયાદી શીતલબેનને ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામા આવી હતી.

બીજા કેસમા ફરીયાદી દેવશી મુળુ ઓડદેરા (ઉં.વ.65),ધંધો-ખેતી, રહે.બોખીરા વાળાએ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓ પરબત મુરૂ ચુંડાવદરા તથા કાના મુરૂ ચુંડાવદરા બંને રહે.દેગામ,વાડી વિસ્તાર, તા.જી.પોરબંદર વાળેએ દેગામ ગામની સીમમાં આવલે આશરે ચારેક વિઘા જેટલી ખેતીની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કર્યો છે. જે જમીનના બજાર ભાવ મુજબ આશરે કિંમત રૂપિયા 40 લાખ થવા જાય છે. જેના પર ગેરકાયદેસર કબ્જો જમાવી ફરીયાદી દેવશી ઓડદેરાની સ્વતત્રં માલીકીની ખેતીની જમીન પચાવી પાડી હતી. સાથે જ ફરિયાદી પોતાની જમીનમાં ખેડ-કામ કરવા જતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધવામા આવ્યો છે.

બંને કેસમા આરોપીઓ વિરૂધ્ધ બગવદર પો.સ્ટ.ખાતે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબધ) અધિનિયમ-2020ની કલમ-4(1)(2)(3) તથા 5(ગ) તથા ઈ.પી.કો.કલમ-504,506(2),114 મુજબ ગુનો દાખલ કરવામા આવ્યો છે. બંને કેસોની વધુ તપાસ ઈન્ચાર્જ ગ્રામ્ય ડીવાયએસપી ઋુતુ રાબા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...