પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામે રહેતા 1 યુવાને સોશ્યલ મીડીયાના 3 ગૃપ એડમીન તેમના તથા તેમના કુટુંબ વિશે બિભત્સ લખાણો પોસ્ટ કરતા હોય તે ગૃપના એડમીન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોરબંદરના ખાંભોદર ગામે રહેતા હિતેનભાઇ હરદાસભાઇ ગોઢાણિયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ઇન્સ્ટાગ્રામ પર kashanvajig આઇડી ધરાવતા જેનું URL https://instagram.com/kashanvajig છે તથા ફેસબુક આઇડી પર જેનું નામ Kishan Vagall છે જેનું URL https://m.facebook.com./100077428974517 છે
તથા તેમનું વ્હોટસએપ ગૃપ છક્ષિ મહેર જેના ગૃપ એડમીન મો. નં. 9725498160, jay vachhraj જેના ગૃપ એડમીન મો. નં. 6261830030 તથા જય વિર વછરાજ જેના ગૃપ એડમીન મો. નં. 6261830030 હોય તેઓને હિતેનભાઇ તથા તેમના કુટુંબ વિશે ફોટા તથા બિભત્સ લખાણો લખીને પોસ્ટ કરતા હોય અને તેમના કુટુંબની છબી ખરાબ કરતા હોય આ ત્રણેય ગૃપ એડમીન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસે આ તમામ શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI વી. પી. પરમારે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.