પત્તા પ્રેમીઓ ઝડપાયા:પોરબંદરના પારાવાડા ગામે જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોની પોલીસે અટકાયત કરી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાઝડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવી મોહન સૈની દ્રારા પોરબંદર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા અંગે અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી છે. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ૠતુ રાબા, પોરબંદર ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.સી.ગોહીલ બગવદર પોલીસ સ્ટેશન દ્રારા દારૂ-જુગારના કેસો કરવા ટીમોને કાર્યરત કરવામા આવેલ હતી.

જે અન્વયે પો.હેડ.કોન્સ.એલ.ડી.સીસોદીયા તથા પો.કોન્સ કાના રામ તથા લોકરક્ષક બળદેવ વજુ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પો.હેડ.કોન્‍સ્ટે.એલ.ડી.સીસોદીયાને બાતમીના આધારે પારાવાડા ગામે રામદેવપીરના મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા કુલ-04 ઇસમો (1) યોગેશ માલદે ચાવડા (2) વિરમ ઉર્ફે વિરૂ ગીગા કારાવદરા (3) હેમંત રાણા પરમાર (4) પોલા ઉર્ફે પોપટ નાથા પરમાર રહે. તમામ પારાવાડા ગામ તા.જી.પોરબંદર વાળાઓને જુગાર રમતાં ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...