હાલ સમગ્ર દેશમાં બધી જ સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ થતી જાય છે ત્યારે કેટલાકને ભાગુ તત્વો ખોટી વેબસાઈટો ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી આચરતા હોય છે. પોરબંદર પોલીસે આવી જ 6 વેબસાઈટનું લિસ્ટ બહાર પાડી અને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.
પોરબંદર જિલ્લામાં તથા સમગ્ર દેશમાં જ્યારે ઓનલાઇન ફ્રોડના કેસ વધતા જાય છે અને લોકો ઓનલાઇન સુવિધાની લ્હાયમાં કયાંકને કયાંક ભૂલ કરી બેસતા હોય છે ત્યારે પોરબંદર પોલીસે પણ શહેરના લોકોને આવા ફ્રોડથી બચવા માટે સાવધ રહેવા અપીલ કરી છે.
ભારત સરકાર દ્વારા પાસપોર્ટની સુવિધા ઓનલાઇન કરી દેવાતા લોકોને પાસપોર્ટ અરજી માટેની કેટલીક ફેક વેબસાઈટનું એક લિસ્ટ બહાર પાડીને લોકોને આ વેબસાઈટનો ઉપયોગ ન કરવા માટે સુચના આપી છે જેમાં (1) www.indiapassport.com (2) www.onlinepassportindia.com (3) www.passport-india.com (4) www.passportindiaportal.in (5) www.passport-scva.in તથા (6) www. applypassport. org નામની ફ્રોડ વેબસાઇટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે વધુ મદદ માટે સાયબર હેલ્પલાઇન 1930 પર તથા પોલીસ હેલ્પલાઇન 105 સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.