તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા અરવિંદભાઇ પ્રવીણભાઇ કોઠારીએ શહેરના બંગડી બજારમાં આવેલી પોતાની ‘પંચમુખી પાન’ નામની દુકાન આસપાસ, ગ્રાહકો વચ્ચે સામાજીક-અંતર ન જળવાઇ તે રીતે ગ્રાહકોના ટોળા એકઠા કર્યા હતા અને કોરોનાનું જાહેરમાં સંક્રમણ વકરે તેવું બેદરકારી ભર્યુ કૃત્ય કર્યું હતુ, તેવી જ રીતે શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રાજકુમાર ધીરજલાલા કારીયાએ તે જ વિસ્તારમાં આવેલી પોતાની ‘ગાત્રાળ કટલેરી’ નામની દુકાન આસપાસ ગ્રાહકો વચ્ચે સોસીયલ-ડિસ્ટન્સીંગ ન રહે તેમ ગ્રાહકો ભેગા કર્યા હતા અને કોરોનાનું સંક્રમણ વધે તેવું બેદરકારી ભર્યુ કૃત્ય કર્યુ હતુ.
તેમજ જીલ્લાના કુતિયાણા શહેરના ભડીંગીચોરી વિસ્તારમાં રહેતા અજય શાંતિભાઇ દાવડા નામના ધંધાર્થીએ કુતિયાણાના ભાદરઝાપા નજીક આવેલ પોતાની દુકાન આસપાસ સામાજીક-અંતર રખાવ્યા વગર ગ્રાહકોના ટોળા ભેગા કર્યા હતા અને કોરોના મહામારીનો જાહેરમાં ફેલાવો થાય તેવું બેદરકારી ભર્યુ કૃત્ય કર્યુ હતુ, આ ઉપરાંત જીલ્લાના રાણાવાવ શહેરમાં જાવીદ અજીત ખોખર નામના ધંધાર્થીએ પોતે માસ્ક પહેર્યા વગર રાણાવાવના સરકારી દવાખાના પાસે પોતાની ખાણીપીણીની લારી ઊભી રાખી સામાજીક-અંતરના નિયમો નેવે મૂકીને લારી આસપાસ ગ્રાહકોના ટોળા ભેગા કર્યા હતા.
પોતાને અને અન્યોને કોરોના બીમારીનો ચેપ લાગે તેવું બેદરકારી ભર્યુ કાર્ય કર્યુ હતુ, આમ જીલ્લામાં જુદાં જુદાં ૪ સ્થળો પર ધંધાર્થીઓએ કોરોનાનું સંક્રમણ ફેલાઇ તેવી બેદરકારી દાખવીને જીલ્લાના મ્હે. સાહેબના જાહેરનામાના નિયમોનો ભંગ કર્યો હતો જેથી પોલીસે આ તમામ ચારેય ધંધાર્થીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.