પોરબંદર શહેરમાં નરસંગ ટેકરી વિસ્તાર ટ્રાફીકથી ધમધમતો વિસ્તાર છે. આ વિસ્તારમાં શહેરભરની ટ્રાવેલ્સની તથા એસ.ટી. બસોની આવક-જાવક ચાલુ હોય અહીં ટ્રાફીક સતત રહેતો હોય છે. આવા ભરચક વિસ્તારમાં પણ રીક્ષા ચાલકો મનફાવે તેમ ગમે ત્યાં પોતાની રીક્ષાઓ પાર્ક કરતા હોય તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી બની હતી. પોલીસે ગઇકાલે બપોરના સમયે આડેધડ વાહન પાર્ક કરવા બદલ 2 રીક્ષા ચાલકો સામે ગુન્હો નોંધીને દંડનીય કાર્યવાહી કરી હતી.
પોરબંદર-રાજકોટ હાઇવે પર અનેક વાહનો અવર જવર કરતા હોય છે અને આ રસ્તા નરસંગ ટેકરી પાસે ટ્રાફીક રહેતો હોય તેમ છતાં અમૂક ઓટો રીક્ષા ચાલકો પોતાના વાહનો બેફીકરાઇથી પાર્ક કરતા હોવાથી આવતા જતા લોકોને અડચણરૂપ થતા હોય પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી. પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં ગઇકાલે બપોરના સમયે પુનીલ ભીખુભાઇ મકવાણા નામના શખ્સે પોતાની રીક્ષા નં. GJ-08-AT-7124 રોડ પર તથા બાબુ ઘેલાભાઇ શિંગરખીયા નામના શખ્સે પોતાની રીક્ષા નં. GJ-11-W-0434 રસ્તા પરથી આવક જાવક કરતા લોકોને નડતર થાય તે રીતે પાર્ક કરતા તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બંને શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશના પો.કોન્સ. ભરતભાઇ ભનુભાઇ તથા હે.કો. આર. જે. ગલે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.