આંદોલનની ચિમકી:નાગાર્જુન સિસોદિયા પાર્કની દુર્દશા, જૂના વૃક્ષોનું નિકંદન કાઢીને વાવવામાં આવેલું ઘાસ સુકાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં શહિદવિર નાગાર્જુન સિસોદિયા પાર્કને લાખો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે પરંતુ ધણીધોરીના અભાવે લોન સુકાઈ ગઈ છે. કચરા પેટી ઉડી રહી છે અને બાળમનોરંજનના સાધનો તુટી-ફૂટી ગયા છે તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસ દ્વારા તંત્ર ની બેદરકારી અંગે ઉચ્ચકક્ષા એ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, આ બાગના નવિનીકરણના નામે લાખો રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યો છે પરંતુ બગીચામાં જુના વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. બાગમાં ચોકીદાર ઉઠાવી લીધો છે. પાણીની મોટર પણ ચોરાઈ ગઈ છે અને તેમાં નાખેલા રમકડાઓ પણ ચોરાવા માંડયા છે.

બાગની જાળવણી થતી નથી. રોપા વાવી ને ત્યાં ફેન્સીંગ કરવી જોઈએ જેથી વૃક્ષોને અને રોપાઓને નુકસાન થતું અટકાવી શકાય. વધુમાં ઉમેર્યું હતું કે, પાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે ફોન કરતા ચીફ ઓફિસર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે મને શહિદ સ્મારકની ખબર નથી કે ક્યાં શહિદ સ્મારક આવેલું છે હું ફ્રી થઈને તપાસ કરીશ. જેથી આ બગીચામાં ચોકીદાર નહીં રાખવામાં આવે અને યોગ્ય જાળવણી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...