તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:10,318 હેક્ટર જમીનમાં ઊનાળુ પાકનું વાવેતર

પોરબંદર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર જિલ્લામાં ભૂગર્ભ જળમાં વધારો થતાં ઉનાળુ પાક સારો થવાની આશા સાથે ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું
 • બાજરી, મગ, અડદ, તલ, ચોળી તેમજ શાકભાજીનું વાવેતર : જિલ્લાના ખેડૂતો ખરીફ પાકના ઉત્પાદનના કામે લાગશે

પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ પંથકની 10,318 હેક્ટર ખેતી લાયક જમીનમાં ઊનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, ગતવર્ષ કરતા આ વર્ષે પોરબંદર પંથકમાં સારો વરસાદ થયો હોવાને લીધે ઊનાળુ પાકને જરૂરી એવું પાણી મળે રહે તેમ હોય, આ વખતે ઊનાળુ પાક ગતવર્ષ કરતા થોડો વધુ રહેશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

પોરબંદર પંથકના ખેડુતો વર્ષની ત્રણેય સિઝનમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરે છે. જેમાં ખરીફ પાકમાં મોટાપાયે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે તો રવિ પાકમાં ચણા,જીરૂં, ધાણા, ઘઉં અને જિલ્લાના ઘેડ પંથકમાં જુવારના પાકનું પણ રવિ પાક દરમ્યાન વાવેતર કરવામાં આવે છે. ત્યારે ઊનાળુ પાકમાં પણ પોરબંદરના ખેડુતો જો ચોમાસામાં સારો વરસાદ હોય અને પોરબંદરના સિંચાઇના ડેમો, તળાવો, ચેકડેમો અને ખેતરના કુવાઓમાં સારૂં એવું પાણી સંગ્રહ કરેલું પડ્યુ હોય ત્યારે ઊનાળુ પાકનું પણ સારૂં એવું ઉત્પાદન મેળવી લે છે. આ વખતે પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમ્યાન ખૂબ જ સારો એવો વરસાદ થયો હોવાને લીધે જિલ્લાના તમામ પાણીના સ્ત્રોત છલકાઇ ગયા છે.

જિલ્લામાં આ વખતે ચોમાસા દરમ્યાન પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં 202 ટકા કરતા વધુ, રાણાવાવ તાલુકામાં 217 ટકા કરતા વધુ અને પોરબંદર તાલુકામાં 195 ટકા કરતા વધુ વરસાદ વરસ્યો હોવાને લીધે પોરબંદરના ભૂગર્ભ જળમાં પણ પાણીનો ખૂબ જ વધારો થઇ ગયો છે. જેના લીધે ખેડુતોએ આ વખતે ઊનાળુ પાક સારો થશે તેવી આશા સાથે ઊનાળું પાકનું વાવેતર કરેલ છે. ઊનાળુ પાકમાં આ વખતે 20 હેક્ટર જમીનમાં બાજરી, 5,155 હેક્ટર જમીનમાં મગ, 90 હેક્ટર જમીનમાં અળદ, 1,775 હેક્ટર જમીનમાં તલ, 270 હેક્ટર જમીનમાં શાકભાજી, 2,000 હેક્ટર જમીનમાં ઘાસચારો તેમજ 1,008 હેક્ટર જમીનમાં ચોળીનું વાવેતર કર્યુ છે અને ટૂંક સમયમાં આ વાવેતર તૈયાર થઇ ગયા બાદ જિલ્લાના ખેડુતો ખરીફ પાકના ઉત્પાદનના કામ પર લાગી જશે.

ખરીફ કરતા ઊનાળુ વાવેતર 10 થી 15 ટકા હોય છે
પોરબંદર પંથકના બરડા અને ઘેડ વિસ્તારોમાં મળીને ખરીફ સિઝન દરમ્યાન અંદાજીત 1 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે, જ્યારે રવિ પાક અને ઊનાળુ વાવેતરમાં ખરીફ કરતા 10 થી 15 ટકા જમીનમાં પાકનું વાવેતર કરવામાં આવે છે.

ઊનાળુ પાકમાં જીવાત થતી નથી
ખરીફ પાક અને રવિ પાકમાં ઉષ્ણાંતામાન નીચુ હોવાને લીધે પાકમાં જીવાત આવી જાઇ છે, જ્યારે તેનાથી બિલકુલ ઉલટું ઊનાળા દરમ્યાન ઉષ્ણાંતામાન ખૂબ વધુ હોવાથી ઊનાળુ પાકમાં જીવાત આવતી નથી, જેનો ખેડુતોને મોટો ફાયદો થાય છે. ખેડુતોએ ઊનાળુ વાવેતરમાં માત્ર પાકને પૂરતું પાણી મળે તેવી વ્યવસ્થા કરવી પડે છે. તસવીર - રામ મોઢવાડીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો