કાર્યક્રમ:પોરબંદર શહેરમાં પિન્ક સેલીબ્રેશનનું આયોજન; બરોડા, અમદાવાદ, રાજકોટ, વડોદરાથી પક્ષીપ્રેમી પહોંચશે

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની સામાજિક સંસ્થા દ્વારા આયોજન કરાયું

સુરખાબી નગરી પોરબંદરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ફલેમીંગો પક્ષીઓ આવીને પોરબંદરમાં આવેલા વેટલેન્ડ ખાતે વસવાટ કરતા હોય છે. પોરબંદરની એક સામાજીક સંસ્થા દ્વારા દર વર્ષે પીંક સેલીબ્રેશનનું આયોજન કરવામાં આવે છે. કોરોનાકાળના બે વર્ષ દરમિયાન મુલ્તવી રહેવાના કારણે આ વર્ષે પીંક સેલીબ્રેશનનું આયોજન કરેલ છે.

પોરબંદરની સંસ્થા મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમીટી દ્વારા વેટલેન્ડ અને ફલેમીંગો પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે પીંક સેલીબ્રેશન નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે આ સેલીબ્રેશન કરી શકી ન હોવાથી આગામી તા. 11 અને 12 જૂનના રોજ મોકરસાગર વેટલેન્ડ ખાતે આ પક્ષીઓને નિહાળવા માટે પીંક સેલીબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ સેલીબ્રેશનમાં પક્ષીપ્રેમીનો છેક ગુજરાતના બરોડા, અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા મહારાષ્ટ્ર, ગોવાથી આ સેલબ્રેશન નિહાળવા આવશે.

અન્ય સમાચારો પણ છે...