પોરબંદરના ખીજડી પ્લોટ ખાતે બનાવવામાં આવેલ ગાર્ડનમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મુકવામાં આવે તેમજ આગાર્ડનનું નામ સ્વામી વિવેકાનંદજી રાખવામાં આવે તેવી ABVP દ્વારા પાલિકા પ્રમુખને રજુઆત કરાઈ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અવારનવાર સમાજમાં જાગૃતિ માટે તેમજ સમાજના સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે અને આ વિદ્યાર્થી સંગઠન ના પ્રેરણાસ્ત્રોત યુગપુરુષ સ્વામી વિવેકાનંદજી રહ્યા છે ત્યારે પોરબંદર શહેરમાં ખીજડી પ્લોટ ખાતે ગાર્ડન બનવા જઈ રહ્યું છે.
આ ગાર્ડનમાં યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની એક દિવ્ય પ્રતિમા મૂકવામાં આવે તેમજ આ ગાર્ડનનું નામકરણ સ્વામી વિવેકાનંદજીના નામ પરથી કરવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગણી સાથે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયાને રજૂઆત કરવામાં આવી છે. પ્રમુખ દ્વારા આ બાબતે હકારાત્મક નિર્ણય પાલિકા દ્વારા થશે એમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.