તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંદકીના ગંજ:નવા કુંભારવાળા પગથિયાં પાસે ખાલી પ્લોટના ઊંડા ખાડામાં ગંદકીના ગંજ

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મચ્છરનાે ઉપદ્રવ થતો હોઇ, તીવ્ર દુર્ગંધથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

પોરબંદરના નવા કુંભારવાળા વિસ્તારમાં આવેલ રણછોડલાઈન પગથિયાં પાસે છેલ્લા 3 વર્ષથી એક માલિકીના મોટા પ્લોટમાં અંદાજે 12 ફૂટથી વધુ ઊંડો ખાડો ખોડવામાં આવ્યો હતો અને આ સ્થળે કોઈ બાંધકામ કરવામાં ન આવતા 3 વર્ષથી આ મોટી જગ્યાના ખાડામાં પાણી ભરાયેલ રહે છે અને કચરો જોવા મળે છે. અહીં ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. ગંદુ પાણી બારેમાસ ભરાયેલું રહેતા તીવ્ર દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ સ્થળે મચ્છરો અને જીવાતો હોવાથી ઘરની બારી પણ ખોલી શકતા નથી.

સ્થાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે અહીં રહેવું મુશ્કેલ બન્યું છે. 3 વર્ષથી ગંદુ પાણી ભરેલા હોવાથી કેટલાક ઘરોમાં બોરિંગનું પાણી પણ દૂષિત થઈ ગયું છે. રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા આ સ્થળે પાણીનું લેવલ ઊંચું આવી જાય છે જેથી ગત વર્ષે જ અનેક ઢોર પાણીમાં ખાબકી ગયા હતા. જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા આ વિસ્તારના આગેવાનો અને યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ પરમારને સાથે રાખી સ્થાનિકોએ પાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજુઆત કરી આ સ્થળે યોગ્ય સફાઈ કરાવી કાયમી નિરાકરણ લાવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...