આયોજન:નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશન, લિનોકટ પ્રિન્ટ મેકિંગનું ડેમોસ્ટ્રેશન અપાશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લાના 28 ચિત્રકારોના 40 જેટલા ચિત્રોનું પ્રદર્શન આવતીકાલ સુધી નિહાળી શકાશે

નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશનનું આયોજન કરાયું છે. જિલ્લાના 28 ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન આવતીકાલ સુધી નિહાળી શકાશે.પોરબંદરની કલાપ્રિય જનતા માટે તા. 19/5 થી તા. 22/5 સુધી ચિત્ર પ્રદર્શનનું આયોજન યુનિટી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે.

આ ચિત્ર પ્રદર્શનમાં પોરબંદર જિલ્લાના 28 જેટલા કલાકારોના ચિત્રો, શિલ્પ તથા ગ્રાફીકસ કલા આવતીકાલ રવિવાર સુધી નિહાળી શકાશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગઈકાલે સાંજે 6 કલાકે, પોરબંદરના ચિત્રકાર નથુભાઈ ગરચરના હસ્તે રાખવામાં આવેલ હતું.

તા. 21/5ને શનિવાર સાંજે 5 કલાકે પોરબંદરના શિલ્પકાર રામભાઇ ઘડીયાલી દ્વારા કલે મોડલિંગનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે. તા. 22/5ને રવિવાર સાંજે 5 કલાકે અમદાવાદના ગ્રાફીકસ આર્ટીસ્ટ અલ્પેશ પટેલ દ્વારા લિનોકટ પ્રિન્ટ મેકીંગનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે. જિલ્લાભરના 28 ચિત્રકારો દ્વારા બનાવવામાં આવેલ અંદાજે 40 જેટલા ચિત્રો પ્રદર્શન માટે ખુલ્લા મુકાયા છે. ત્યારે પોરબંદરની જનતાને ચિત્ર તથા ડેમોસ્ટ્રેશન નિહાળવા આર્ટીસ્ટ હરદેવસિંહ પી. જેઠવા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...