તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી કુલ 6 ફોર્મ ખેંચાયા છે. કુલ 124 બેઠક પર 309 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આજથી ચૂંટણી પ્રચાર શરૂ થશે.પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીએ યોજશે જેમાં પાલિકા, જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ગત સોમવારે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી અને મંગળવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો આખરી દિવસ હતો.
જેમાં કુલ 6 ઉમેદવારે ફોર્મ ખેંચ્યા છે જેમાં જિલ્લા પંચાયત બેઠક માંથી 1, રાણાવાવ તા.પં. બેઠક માંથી 2, કુતિયાણા તા.પં. બેઠક માંથી 1, પોરબંદર તા.પં. બેઠક માંથી 1 અને પાલિકા માંથી 1 ફોર્મ ખેંચાયું છે. આમ ચૂંટણીની બેઠક માં ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થયું છે. પોરબંદર જિલ્લા પંચાયતની વાત કરીએ તો 18 બેઠક માટે કુલ 42 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 1 ફોર્મ અમાન્ય અને 1 ફોર્મ ખેંચવામાં આવતા 40 ઉમેદવારો 18 બેઠક માટે મેદાનમાં ઉતર્યા છે જેમાંથી ભાજપના 18, કોંગ્રેસના 18 અને બસપાના 3 તેમજ 1 આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે.
જ્યારે પાલિકા ની 52 બેઠકો પર 151 ઉમેદવારોએ 155 ફોર્મ ભર્યા હતા જેમાંથી 13 ફોર્મ અમાન્ય અને 1 ફોર્મ પાછું ખેંચાતા 141 ઉમેદવાર માતંગી ભાજપના 52, કોંગ્રેસના 52, બસપાના 11, આપ ના 11 અને 5 અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જ્યારે પોરબંદર તા.પં. ની 22 બેઠક માટે 56 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 1 અમાન્ય અને 1 ફોર્મ પરત ખેંચાતા 54 માંથી 22 ભાજપના, 22 કોંગ્રેસના, 2 બસપાના, 3 અપક્ષ અને 5 આપના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે.
જ્યારે કુતિયાણા તા.પં. ની 16 બેઠક માટે 42 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 1 પાછું ખેંચતા અને 8 ફોર્મ અમાન્ય રહેતા 33 ઉમેદવારો ચૂંટણી લડશે જેમાં ભાજપ, કોંગ્રેસના 16-16 ઉમેદવાર અને 1 અપક્ષ ઉમેદવાર છે. આ ઉપરાંત રાણાવાવ તા.પં. ની 16 બેઠક માં 45 ઉમેદવાર માંથી 2 ફોર્મ અમાન્ય અને 2 ફોર્મ ખેંચાતા 41 ઉમેદવાર ચૂંટણી લડશે. જેમાંથી ભાજપ, કોંગ્રેસના 16-16, બસપાના 2, અપક્ષ 6 અને આપ નો 1 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. આમ કુલ 124 બેઠક પર 309 ઉમેદવારો ચૂંટણી લડશે. આજથી આ ઉમેદવારો ચૂંટણી પ્રચારમા જોતરાઈ જશે.
કોંગ્રેસ દ્વારા સામાજિક કાર્યકરનો મેન્ડેટ રજૂ ન કરાતા અસંતોષ
કોંગ્રેસ દ્વારા પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. જેમાં વોર્ડ 9મા સામાજિક કાર્યકર દિલીપ મશરૂ નું નામ હતું. પરંતુ કોંગ્રેસે આખરી ઘડીએ આ ઉમેદવારનું મેન્ડેટ રજૂ ન કરતા તેમનું ફોર્મ અમાન્ય રહ્યું હતું. જેથી અસંતોષ વ્યક્ત કરી સામાજિક કાર્યકરે આ અંગે કલેકટરને રજુઆત કરી છે.
જિલ્લા પંચાયતમાંથી કોણે ફોર્મ ખેંચ્યું?
જિલ્લા પંચાયતની દેગામ બેઠક પર બીએસપીના ઉમેદવાર જીવતીબેન જીવન સાદીયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે.
પાલિકામાંથી કોણે ફોર્મ પાછું ખેંચ્યું?
પાલિકાના વોર્ડ નં.11 માંથી અપક્ષ ઉમેદવાર કારા જેઠા મકવાણાએ ફોર્મ પાછું ખેંચ્યું છે.
ત્રણેય તાલુકા પંચાયતમાંથી કોણે કોણે ફોર્મ પરત ખેંચ્યા ?
પોરબંદર તા.પં. ની 16 મિયાણી બેઠક માં બીએસપીના ઉમેદવાર કારીબેન પૂંજાભાઈ સોલંકી, રાણાવાવ તા.પં. ની 3 બાપોદર બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખીબેન રામાભાઈ બાપોદરા અને 6 બીલેશ્વર બેઠકમાં અપક્ષ ઉમેદવાર કાના પોલાભાઈ રાડા અને કુતિયાણા તા.પં. ની 5 ઇશ્વરીયા બેઠક માંથી અપક્ષ ઉમેદવાર વિજય સવદાસ મોઢવાડિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.