મુશ્કેલી:ચૂંદડી, હારના ભાવમાં 10થી 15 ટકાનો વધારો

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવનવા ગરબા, ચૂંદડી, હાર સહિતની વસ્તુઓ લેવા બજારમાં તેજી, નવરાત્રી માતાજીની આરાધના કરશે પોરબંદરવાસી

માતાજીની આરાધના કરવા પોરબંદરવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં અવનવા ગરબા, ચૂંદડી, હાર સહિતની વસ્તુઓ લેવા લોકો ઉમટી પડયા છે. ચૂંદડી હાર ના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો જોવા મળે છે.

પાવન નવરાત્રીમા માતાના ભક્તો માતાજીની આરાધના કરવા થનગની રહયા છે. આ વખતે કોરોના સંક્રમણ ઓછું થયું છે અને તંત્ર દ્વારા છૂટછાટો અપાતા આ વખતે ભાવિકોએ નવરાત્રી દરમ્યાન માતાજીની પૂજા અર્ચના કરવા તૈયારી શરૂ કરી છે. પોરબંદરની બજારમાં અવનવા ગરબા અને ચૂંદડીઓ તેમજ હાર સહિતની માતાજીની ચીજ વસ્તુઓનું આગમન થયું છે પોરબંદરવાસીઓ નવરાત્રીની ભાવપૂર્વકની ઉજવણીમાં મગ્ન થયા છે. અને પૂર્વ તૈયારીના ભાગરૂપે બજારમાં ખરીદી કરી રહ્યા છે.

માતાજીની આરાધના માટે ગરબાઓ તેમજ માતાજીના શણગાર માટે ચૂંદડી, હાર, ધૂપ સહિતની ચીજોનું વેચાણ વધ્યું છે. હોલસેલ અને રિટેઇલ વેપારીએ જણાવ્યું છે કે આ વખતે ચૂંદડી અને હાર મા 10 થી 15 ટકાનો વધારો થયો છે. ચૂંદડીમાં નેટ, સાટીન, કોટન અને વેલવેટના કાપડમાં ભાવ વધ્યા છે. જેથી ભાવ વધારો જોવા મળે છે પરંતુ ભાવિકો શ્રદ્ધાપૂર્વક બજાર માંથી ખરીદી કરી રહ્યા છે જેથી બજારમાં તેજી જોવા મળે છે.

માતાના નામ વાળા ગરબાનું આકર્ષણ
માણેકચોક વિસ્તારમાં ગરબાની લારીએ સંતારા, મોતી જડેલા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં માતાજીના નામ, સાથિયો સાથે જડેલા જોવા મળે છે. અમુભાઈ કાનજીભાઈ ભરડવા નામના પ્રૌઢ જાતે ઘરે ગરબા બનાવે છે. તેઓએ જણાવ્યું હતું કે, 4 માસમાં 2000 ગરબા ઘરના પરિવારોએ બનાવ્યા છે. હાલ ગરબા રૂ. 30 થી લઈને 350 સુધીના બજારમાં ઉપલબ્ધ છે.

4 ફૂટની અગરબત્તી 10 કલાક ચાલે
નવરાત્રી દરમ્યાન ભાવિકો અગરબત્તી, ધુપ ની ખરીદી કરી રહ્યા છે. બજારમાં વિવિધ પ્રકારની સુગંધી અગરબત્તી, ધૂપ બતી, નેચરલ ધૂપ, મંદિર શણગાર માટે ડેકોરેશન લાઈટો જોવા મળે છે. બજારમાં 4 ફૂટની અગરબત્તી જોવા મળે છે જે સતત 10 કલાક સુધી ચાલે છે. આ અગરબત્તીની પણ ખૂબ માંગ રહે છે.

ચૂંદડી, હાર, અગરબતીના શંુ ભાવ છે?
બજારમાં રૂ. 5 થી લઈને 300 રૂપિયા સુધીની ચૂંદડી, રૂ. 5 થી માંડીને રૂ. 350 સુધીના હાર, અને અગરબતીમાં પણ રૂ. 5 ના પેકેટ થી માંડીને 300 રૂપિયા સુધીના અગરબતીના પેકેટ તેમજ રૂ. 40 થી લઈને રૂ. 250 સુધીના ધૂપ આવે છે.

અન્ય સમાચારો પણ છે...