• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Phuldol Utsav Was Celebrated In The Presence Of Bhaishree Ramesh Ojha, Abeel Gulal Was Sprinkled To Gods And Goddesses Including Shri Hari.

શ્રી હરિ મંદિર ખાતે હોળી-ઘુળેટની ઉજવણી:ભાઇશ્રી રમેશ ઓઝાની ઉપસ્થિતિમાં ઉજવાયો ફૂલડોલ ઉત્સવ, શ્રી હરિ સહિત દેવી-દેવતાઓને અબીલ ગુલાલના છાંટણા કરાયા

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગ સાથે રંગોના પર્વ હોળી-ઘુળેટીની ઉજવણી થઈ રહી છે. ત્યારે પોરબંદરમાં પણ સૌ કોઈ રંગ-ગુલાલથી તરબોળ જોવા મળ્યા હતા. પોરબંદરના સાંદીપની ખાતે આવેલા શ્રી હરિ મંદિરમાં ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં રંગોના પર્વ ઘુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી હરી મંદિર ખાતે હોલીના ગીતોના રસપાના સાથે રંગોના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ શ્રી હરિ મંદિરમાં બીરાજતા ભગવાન શ્રી હરિ સહિતના દેવી દેવતાઓ પર અબીલ ગુલાલ અને ફુલોની વર્ષા કરીને હરિ સાથે આ રંગોના આ પર્વની ઉજવણી કરી હતી.તો સાથે જ શ્રી હરિ મંદિર ખાતે આવેલ શ્રદ્ધાળુઓ સાથે પણ રમેશભાઈ ઓઝાએ ફુલડોલ હોળી રમી હતી.

આ વર્ષે રંગોના આ પર્વની શ્રીહરિ મંદિરમાં ઉજવણી માટે વ્રજથી એક વિશેષ ટીમ પણ આવી હતી. જેઓએ શ્રી હરિ મંદિરમાં રંગોના પર્વની ઉજવણી માટે આવેલા ભાવિકોને આનંદથી તરબોળ કરી દીધા હતા. સૌ કોઈ આનંદ અને ઉત્સાહ સાથે ફુલોની વર્ષા કરતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ તમામ દેશવાસીઓને હોળી-ધુળેટીના પાવન પર્વની શુભકાનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...