પોરબંદર જિલ્લામાં હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ હોય ત્યારે ઉભો પાક સુકાઈ અને મુરજાઇ રહ્યો છે. બરડા વિસ્તારમાં પીજીવીસીએલની અણ આવડતને હિસાબે ગ્રામ્યપંથકના ખેડૂતોને પૂરતા વોલ્ટેજથી અડધી કલાક પણ એકધારો વીજ પ્રવાહ મળતો નથી.
ખેડૂતોએ બિયારણ, ખાતર તેમજ રાસાયણિક દવા મોંઘા ભાવનો ખર્ચ કરેલ છે, જેથી ખેડૂતો પોતાનો પાક બચાવવા મરણિયા પ્રયાસો કરી રહેલ છે પરંતુ ખેડૂતને 12 કલાકમાં 1 વિઘો પણ પાકમાં પાણી ફરતું નથી, કારણકે અડધી કલાક પણ એકધારો વીજ પ્રવાહ મળતો નથી જેથી ખેડૂતોને ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે. બરડા પંથકમાં પહેલો વરસાદ 7 થી 8 ઇંચ પડેલ હોવાથી જળસ્ત્રોત પાણીથી ભરેલ છે. પીજીવીસીએલ પુરતી વીજળી મળતી ન હોવાથી ખેડૂતો પરેશાન છે. પાક બચાવવા માટે ખેડૂતો બગવદર થી રીક્ષા ભરી ફુવારાની નવી પાઈપ લાઈનો ખરીદ કરે છે કારણકે ખેડૂતોને પાક સૂકાતો હોવાથી મરણિયા પ્રયાસો કરે છે પરંતુ બગવદર પીજીવીસીએલ પૂરતો વીજ પ્રવાહ આપવામાં નિષ્ફળ હોવાથી ખેડૂતો પરેશાન છે.
અમુક જગ્યાએ મગફળી સુકાવા લાગી છે તો બગવદર પીજીવીસીએલ પૂરતો વીજ પ્રવાહ આપે તેવી કુણવદરના ખેડૂત અગ્રણી રાજુભાઈ કરણાભાઈ કારાવદરા એ ઉર્જા મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને લેખિત અરજી આપી ખેડૂતોની વીજ સમસ્યા દૂર કરવા માંગ કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.