કાર્યવાહી:પોરબંદરની કોસ્ટલ એરિયાની ખાણોમાં પીજીવીસીએલના દરોડા

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ તંત્રની કુલ 34 જેટલી ટીમો અલગ-અલગ વિસ્તારમાં ત્રાટકી

પોરબંદર વિસ્તારમાં આવેલી પથ્થરની ખાણોમાં થતી બેફામ વીજચોરીને ડામવા માટે PGVCL દ્વારા 34 જેટલી ટીમોએ કોસ્ટલ એરિયામાં આવેલી ખાણોમાં જઈને ચેકિંગ હાથ ધર્યું હતું. પોરબંદર જિલ્લાના રાણાવાવ4 કુતિયાણા અને કોસ્ટલ વિસ્તારમાં શુક્રવારે PGVCLની અલગ-અલગ ચાર વિભાગ ની કુલ 34 જેટલી ટીમો દ્વારા વીજચેકિંગની હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદરના દરિયા કાંઠાના વિસ્તારમાં ચાલતી પથ્થરની ખાણો પણ વિજય તંત્રે દરોડા પાડવામાં આવ્યા હતા.

થોડા દિવસ પહેલા PGVCLએ ખાણ વિસ્તારમાંથી લાખો રૂપીયાની વીજચોરી ઝડપી લીધા બાદ આજે ફરીથી આ ખાણમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. PGVCL રાજકોટ કોર્પોરેટ ઓફિસ અને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના ઓફિસ સહિતની કુલ 13 જેટલી ટીમો આજ સવારથી જ પોરબંદર જિલ્લાની અલગ અલગ કોસ્ટલ વિસ્તારમાં આવેલી ખાણોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને 21 જેટલી ટીમો રાણાવાવ, કુતિયાણા વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધર્યું છે.

આ ચેકિંગ દરમિયાન લાખો રૂપીયાની વીજચોરી પકડાઈ તેવી શક્યતા છે. આ ચેકિંગમાં SRP અને સ્થાનિક પોલીસ તેમજ વીડિયોગ્રાફરની ચાર જેટલી ટીમો સાથે રાખીને આ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે બગવદર પંથકમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાંથી સાડા છ લાખની વીજચોરી ઝડપાઈ હતી. PGVCL દ્વારા વીજચેકિંગ નો દોર શરૂ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...