તંત્રનો દરોડો:બળેજ ગામથી ગેરકાયદેસર રીતે ચાલતી ખાણ ઉપર પીજીવીસીએલ તંત્રનો દરોડો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 ચકરડીનો ઉપયોગ કરી ખાણ ધમધમતી હતી, રૂપિયા 80 લાખનો દંડ ફટકાર્યો

બળેજ ગામેથી ગેરકાયદેસર ચાલતી ખાણ પર પીજીવીસીએલ તંત્ર દ્વારા દરોડો પાડી, 6 ચકરડી દ્વારા ગેરકાયદેસર ધમધમતી પથ્થરની ખાણ ઝડપી શખ્સને રૂ. 80 લાખનો દંડ ફટકાર્યો છે. પોરબંદર જિલ્લાના મિયાણી થી માધવપુર વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે. અનેક સ્થળે ખનન થઈ રહ્યું છે ત્યારે ખાણ ખનીજ તંત્રની ઉદાસીનતા જોવા મળે છે. બળેજ ગામે પીજીવીસીએલ તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. બળેજ ગામે પીજીવીસીએલ તંત્રને વિજલોસ થતો હતો.

અને ચોક્કસ બાતમી મળી હતી કે, બળેજ ગામે ગેરકાયદેસર ખાણ ધમધમે છે તેમજ 11 કેવી લાઈનમાં લંગરીયું નાખી વીજચોરી થાય છે જેથી પીજીવીસીએલ તંત્રની કુલ 5 ટીમ, એસઆરપી જવાન અને પોલીસને સાથે રાખી રવિવારે સવારે દરોડો પાડ્યો હતો જેમા એક ગેરકાયદેસર પથ્થરની ધમધમતી ખાણ મળી આવી હતી આ ખાણમાં ટ્રાન્સફોર્મર માંથી 11 કેવી લાઇન માંથી ડાયરેકટ લંગરીયું નાખીને 6 ચકરડી વડે ખાણ ચાલતી હતી. તંત્રએ ટ્રાન્સફોર્મર અને કેબલ કબ્જે કરી, ખાણ ખાણીજની ટીમને બોલાવી હતી. 6 ચકરડી કબ્જે કરવામાં આવી છે.

આ ગેરકાયદેસર ખાણ ચલાવનાર કેશુ નાગા પરમારને પીજીવીસીએલ તંત્ર દ્વારા 80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મોટેપાયે વિજલોસ આવતો હતો. જેથી દરોડો પાડ્યો હતો. એક ચકરડી 10 હોર્સપાવરની મોટર હોય છે. 60 હોર્સપાવર લોસ જતો હતો. આગામી સમયમાં પણ દરોડા પાડવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...