અપીલ:PGVCL કચેરી દ્વારા ઉત્તરાયણને લઇને લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતંગ માટે થઇને જીવ જોખમમાં ન મૂકાય તે અંગે લોકોને જાગૃત કર્યા

પોરબંદર શહેરની PGVCL કચેરી ના અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી દ્વારા એક આગામી 14 તારીખે ઉત્તરાયણના તહેવાર નિમિતે એક અખબારી યાદી પ્રસિદ્ધ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવેલી છે જેમાં તેમણે નજીવી કિંમતની પતંગ માટે જીવ જોખમમાં ન મૂકવા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. PGVCL કચેરી પોરબંદર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચનોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં વીજળીના તારને અડકશો નહી, પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તા૨માં ફસાઇ જાય ત્યારે તેને લેવા માટે થાંભલા ઉપર કે તાણીયા ઉપર ચડશો નહી,કારણકે તેમ કરવું ખુબજ જોખમ કારક છે.

વીજળીના વાય૨/તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહી. આ રીતે નાખીને તેને ખેંચવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ભડકા થવાથી તાર તૂટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો (ઉપકરણો) બળી જવાની સંભાવના રહેલી છે. તમારા ઘરની આજુબાજુમાં કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળિયા વડે તેને કાઢવાની કોશિષ કરશો નહી,કારણકે તેનાથી વીજ અકસ્માત થવાની પુરેપુરી શક્યતા છે.

ધાતુના તાર બાંધીને પતંગ ઉડાડશો નહી કારણકે ધાતુના તાર વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે. વીજળીના તૂટેલા તારથી દુર રહો.નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ,અમારી સંલગ્ન પેટા-વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ફોન દ્વારા તુરંત જ આપેા.

પતંગ ચગાવવા માટે મેગ્નેટિક ટેપ તથા અન્ય વાયરોનો ઉપયોગ કરવો નહી. સીન્થેટીક દોરી કે વીજ વાહક માંજાનો ઉપયોગ કરવો નહી કેમકે તેનાથી પાવર લાઇન કપાઇ જવાનો ભય સેવાય છે,જેને લીધે અંધારપટ છવાઇ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શકયતા રહે છે. આ ઉપરાંત વીજ અંગેની કોઇપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરવા એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...