તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:18 વર્ષથી ઉપરના લોકોને હજુ વેક્સિન માટે રાહ જોવી પડશે

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • અત્યાર સુધીમાં 187069 વેક્સિનના ડોઝ અપાયા , હાલ 9000 ડોઝનો સ્ટોક

પોરબંદર જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોને હજુ વેક્સિન માટે રાહ જોવી પડશે. જિલ્લામાં તા. 16 જાન્યુઆરી 2021થી કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હેલ્થ વર્કરો બાદ ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપવાની કામગીરી વેગવંતી બનાવી હતી. બાદ 45 વર્ષથી વધુ વય ધરાવતા બીમાર અને 60 વર્ષથી વધુ વય ધરાવનારાઓ વેક્સિન આપવાની કામગીરી વેગવંતી બનાવી હતી.

હાલ 45 વર્ષથી વધુ વય ધરાવતા તમામ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સરકારે જાહેર કર્યું હતું કે તા. 1/ 5 થી 18 વર્ષથી વધુ વય ધરાવનારા તમામ ને વેક્સિન આપવામાં આવશે. પરંતુ હાલ પોરબંદર જિલ્લામાં 18 વર્ષથી વધુ વય ધરાવનારા લોકોને વેક્સિન માટે રાહ જોવી પડશે. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર નિર્ણય લેશે ત્યારે કામગીરી શરૂ થશે.

હાલ 45 વર્ષથી વધુ વય ધરાવનારાઓને વેકશીન આપવાની કામગીરી ચાલુ છે. હાલ 9000 જેટલો વેક્સિનના ડોઝનો સ્ટોક છે. અત્યાર સુધીમાં 187069 વેક્સિનના ડોઝ અપાયા છે જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં 136067 લોકોએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે જ્યારે 51002 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો