તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મધુવન જંગલના વૃક્ષો કાપીને પ્લોટીંગ કરવા મુદ્દે માધવપુરના લોકોનો વિરોધ

માધવપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખીત અરજી આપી રજૂઆત કરી

પોરબંદર જિલ્લાનું માધવપુર ગામ તેમની કુદરતી સૌંદર્ય અને પૌરાણિક મંદિરો વિશે જાણીતું છે. માધવપુરના વન વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા મધુવન જંગલના વિસ્તારના વૃક્ષો કાપીને પ્લોટીંગ કરવા માટે તાજેતરમાં સર્વે હાથ ધરાયો હતો જેનો ગ્રામજનોએ કલેકટરને લેખીતમાં અરજી આપીને વિરોધ નોંધાવ્યો છે. માધવપુર ગામના ચોરીમાયરા, મહાપ્રભુજીની બેઠક અને રૂકમણીજીના મંદિરની વચ્ચે આશરે 500 જેટલા વૃક્ષોનું અને લગભગ 200 વર્ષ જૂના વૃક્ષોનું મધુવન જંગલ આવેલું છે. આ જંગલમાં અનેક મોર પક્ષીઓ, શિયાળ, ઝરખ અને હરણ જેવા પ્રાણીઓનું રહેઠાણ પણ છે.

તાજેતરમાં વનવિભાગ તથા ગ્રામ પંચાયત દ્વારા આ જગ્યાએ મધુવનના જંગલ વિસ્તારના વૃક્ષો કાપીને પ્લોટીંગ કરવા માટે એક સર્વે હાથ ધરાયો હતો. જેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો છે અને તેમણે કલેકટરમાં લેખીત રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં માધવરાયજીનું પૌરાણિક મંદિર આવેલું છે અને ગુજરાત સરકાર આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગે છે ઉપરાંત દર વર્ષે અહીં કૃષ્ણ ભગવાનનું લગ્ન સ્થળ પણ હોવાથી મેળો પણ ભરાય છે. જો આ વિસ્તારમાં પ્લોટીંગ કરવામાં આવશે તો કુદરતી રીતે ઉછરાયેલ અનેક જાતના વૃક્ષો તથા વનસ્પતિઓ નાશ પામશે.

અન્ય સમાચારો પણ છે...