તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:વેક્સિનનું ક્યા સ્થળે આયોજન છે તે અંગે લોકોની પૂરછપરછ

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગના કન્ટ્રોલ રૂમમાં રોજ 250 લોકો વેક્સિન અંગે ફોન કરી પૂછે છે

પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય વિભાગના કન્ટ્રોલ રૂમમાં રોજ 250 લોકો વેક્સિન અંગે ફોન કરી પૂછે છે. વેક્સિનનું કયા સ્થળે આયોજન છે તે અંગે વધુ પૂરછપરછ થાય છે. કોરોના સામે રક્ષણ આપતી વેકશીન આપવામાં આવી રહી છે. હાલ સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં માત્ર 1500 વેક્સિનના ડોઝ આપવામાં આવે છે ત્યારે વેક્સિનને લગતી તમામ માહિતી માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનો કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો હતો. આ કન્ટ્રોલ રૂમ ખાતે હાલ રોજ 250 જેટલા ફોન આવે છે અને મોટાભાગના લોકો વેક્સિનનું સ્થળ બાબતે પૂરછપરછ કરે છે.

આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન બાબતે આગોતરું આયોજન એટલેકે વેક્સિન કયા સ્થળે આપવાની છે તે અંગે અગાવ જાણ કરવામાં આવતી નથી. જેથી જે લોકોને પ્રથમ કે બીજો ડોઝ લેવાનો હોય છે અને કઈ કંપની ની વેકશીન ક્યાં સ્થળે મળશે તે અંગે જાણ ન હોવાથી લોકો જિલ્લા પંચાયત ખાતે રૂબરૂ આવે છે અથવા તો આરોગ્ય વિભાગના કન્ટ્રોલ રૂમના નંબર 0286 - 2212083 પર ફોન કરીને પૂરછપરછ કરી રહ્યા છે. હાલ તો 250 જેટલા લોકો માંથી મોટાભાગના લોકો આજે વેક્સિન ક્યા સ્થળે આયોજન કરેલ છે તે બાબતે ફોન કરી પૂછી રહ્યા છે. ઉપરાંત વેક્સિનનું ઓનલાઇન બુકીંગ સહિતના પ્રશ્નો પૂછી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...