તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલીકા દહન:પોરબંદર જિલ્લામાં લોકોએ હોળીના તહેવારની આસ્થાભેર ઉજવણી કરી

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમગ્ર જિલ્લામાં આજે ધુળેટી પર્વની સાદાઇથી ઉજવણી કરવામાં આવશે

હોળીનો તહેવાર લોકો આસ્થાભેર ઉજવે છે. હોળીનો તહેવારનું અનેરું મહત્વ રહેલું છે. રવિવારે અમૃત સિદ્ધિ યોગ હતો. પોરબંદર જિલ્લાના લોકોએ હોળીના તહેવારને આસ્થાભેર ઉજવ્યો હતો. શાંજે અમૃત સિદ્ધિ યોગમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. જિલ્લામાં ઠેર ઠેર હોલીકા દહન યોજાયું હતું. લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી હતી અને ખજૂર, હારડા, પતાશા, ધાણી, દાળિયા ધરીને હોળીનું પૂજન કર્યું હતું. હોળી પ્રજ્વલ્લિત થયા બાદ વાળનો પ્રસંગ પણ ઉજવાયો હતો.

પ્રથમ પુત્રના જન્મ બાદ હોળીના તહેવારમાં વાળનો પ્રસંગ ઉજવાય છે જેમાં મામા ભાણેજને તેડીને હોળીની પ્રદક્ષિણા કરી વાળનો પ્રસંગ ઉજવાય છે આ પરંપરા જિલ્લા વાસીઓએ જાળવી રાખી હતી. અનેક લોકોએ વાળનો પ્રસંગ ઉજવી ખજૂર, પતાશા, સાકરની લહાણી કરી હતી. હાલ કોરોનાને પગલે સરકારના નિર્ણય ને પગલે કોરોનાની ગાઈડલાઈન ના પાલન સાથે લોકોએ હોળીના તહેવારની ઉજવણી કરી હતી. આજે પોરબંદર જિલ્લામાં ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવશે.

આમતો બાળકોથી માંડીને લોકો ધૂળેટીનો તહેવાર એકબીજાને કલર ઉડાડી મન મુકીને ઉજવતા હોય છે પરંતુ આ વખતે કોરોનાને પગલે સલામતીને ધ્યાને રાખી સરકારે રંગોત્સવ ઉજવણી ની મનાઈ ફરમાવી છે ત્યારે આજે પોરબંદર જિલ્લાવાસીઓ ધુળેટીના પર્વ નિમિત્તે સાદાઈ પૂર્વક ઉજવણી કરશે. અને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે પોતાના ઘરના પરિવાર સાથે જ રંગ ઉડાડી પરિવાર સાથે ધૂળેટીની મજા માણશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો