તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:લોકોને જાતિના દાખલા કઢાવવા 8 કિમી દૂર ધક્કા ખાવા પડે છે

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જનસેવા કેન્દ્ર ખાતે આવકના દાખલા કઢાવવાનું પુન: શરૂ કરો

પોરબંદરમાં જનસેવા કેન્દ્ર ખાતે જાતિના દાખલા કાઢવામાં આવતા નથી જેથી લોકોને 8 કિમિ દૂર સેવા સદન 2 ખાતે ધક્કા ખાવા પડી રહ્યા હોવાથી લોકો હાલાકી વેઠી રહ્યાં છે. પોરબંદરમાં 1 વર્ષ પહેલા જન સેવા કેન્દ્ર ખાતે જાતિના દાખલા કાઢી આપવામાં આવતા હતા પરંતુ 1 વર્ષથી જાતિના દાખલા માટે સેવા સદન 2 ખાતે સમાજ કલ્યાણ કચેરી ખાતે આ દાખલાઓ કાઢવામાં આવી રહ્યા છે જેથી લોકોને શહેરથી 8 કિમિ દૂર ધક્કા ખાવા પડી રહ્યા છે.

અહીં બક્ષીપંચના જાતિના દાખલા, વિચરતી વિમુક્ત જાતિ, લઘુમતી જાતિ, EWD દાખલાઓ અને બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર કઢાવવા લોકોને સેવા સદન 2 સુધી લંબાવવું પડે છે. અને જો ફોર્મમાં ભૂલ હોય કે કાગળિયા ઘટે ઉપરાંત સોગંધનામાં માટે ફરી ગામમાં ધક્કો ખાવો પડી રહ્યો છે. દાખલો કઢાવવા આવતા લોકોએ જણાવ્યું હતું કે કામ મૂકીને 8 કિમિ દૂર જાતિનો દાખલો કઢાવવા આવવું પડે છે. જો શહેર માંજ જનસેવા કેન્દ્ર ખાતે ફરીથી આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો લોકોને સરળતા રહે અને સમય બચી શકે.

હાલ સેવા સદન 2 ખાતે જાતિના દાખલા કઢાવવા માટે રોજના 50 લોકો આવે છે. RTE અથવા કોઈ યોજના વખતે 100થી વધુ લોકો જાતિના દાખલા કઢાવવા આવે છે. જન સેવા કેન્દ્ર ખાતે જ જાતિના દાખલા કાઢવાની પૂન: સુવિધા ચાલુ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...