તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:જિલ્લા સેવા સદન-2માં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લા સેવા સદન-૨ માં પીવાના પાણીની સમસ્યાના કારણે અહીં આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. વોટર કુલરો બંધ હોવાથી પાણીના કેરબા હજારો રૂપિયાના ખર્ચે મગાવવાની નોબત આવી રહી છે. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા સેવા સદન-૨ ખાતે આખા દિવસ દરમિયાન નાના-મોટા કામકાજ માટે અરજદારોની અવર-જવર રહેતી હોય છે. વોટર કુલર બંધ હોવાના કારણે પીવાના પાણીની સગવડથી વંચિત રહેવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...