પોલીસ પરિવારના આપઘાત મામલે કોંગ્રેસ નેતાએ કહ્યું:ભાજપ સરકારના ત્રાસના કારણે લોકો રોજ આપઘાત કરી રહ્યાં છે, ભાજપ સરકાર ક્રુર અને અસંવેદનશીલ બની ગઈ છે

પોરબંદર18 દિવસ પહેલા

અમદાવાદમા પોલીસ પરિવારના આપઘાત કેસને લઈને ભારે ચકચાર જોવા મળી હતી. આ મામલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યુ હતુ કે, ભાજપ સરકારના ત્રાસના કારણે લોકો રોજ આપઘાત કરી રહ્યાં છે. ત્યારે પોલીસ દંપતીએ પોતાની ત્રણ વર્ષની બાળકી સાથે 12મા માળેથી આપઘાત કર્યાની ઘટના હચમચાવી દે તેવી છે. આ ઘટના કોઈ પણ કઠોળ માણસને પીઘલાવી દે તે પ્રકારની આ દુખદ ઘટના હોવાનુ જણાવ્યું હતું.

મોઢવાડીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ક્રુર બની ગઈ છે, અસંવેદનશીલ બની ગઈ છે. સરકાર પ્રજા સાથે તો સંવેદનશીલ વર્તન નથી કરતી પરંતુ પોલીસ અને સરકારી કર્મચારીના પરિવાર સાથે સંવેદનશીલ વર્તન રાખે નહી, તો તેમની હાલત ભયંકર થવાની છે, એ વાત સરકારના અભિમાનમાં રાચતા આગેવાનો છે તે સમજી લે. સાથે જ મોઢવાડીયાએ વિનંતી કરી હતી કે રાજ્ય સરકારે ક્રુરતા છોડી દેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...