તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ ખેંચાયો:પોરબંદર જિલ્લામાં 46590 હેકટરમાં મગફળીનું વાવેતર

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાયો : જો અઠવાડિયામાં વરસાદ નહીં થાય તો પાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોમાં ચિંતા
  • અત્યાર સુધીમાં ગતવર્ષની સરખામણીએ 47.56 ટકા વાવેતર થયું, અત્યાર સુધીમાં કુલ 51586 હેકટરમાં કુલ વાવેતર થયું

પોરબંદર જિલ્લામાં 46590 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. અત્યાર સુધીમાં ગતવર્ષની સરખામણીએ 47.56 ટકા વાવેતર થયું છે. અત્યાર સુધીમાં મગફળી અને કપાસ સાહિત કુલ 51586 હેકટરમાં વાવેતર થયું છે. જો અઠવાડિયામા વરસાદ નહીં થાય તો ખેડૂતોનો પાક બળી જશે જેથી વરસાદને ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી મેઘરાજાએ મહેર વરસાવી છે ત્યારે આ વર્ષે પણ મેઘરાજા મહેર વરસાવશે તેવી આશાએ ખરીફ પાકનું આગોતરું વાવેતર કર્યું હતું તેમજ ગત 19 તારીખે વરસેલા 2 ઇંચ વરસાદ બાદ પણ ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં પોરબંદર જીલ્લામાં ખેડૂતોએ કુલ 47.56 ટકા વાવેતર કર્યું છે. જિલ્લામાં ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર કરે છે અને આ સાલ પણ ખેડૂતોએ મુખ્યત્વે મગફળીનું વાવેતર કર્યું છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 46590 હેકટરમાં ખેડૂતોએ મગફળી વાવી છે જ્યારે 1220 હેકટરમાં કપાસનું વાવેતર કર્યું છે. હજુ વાવેતર ચાલુ છે. હાલ જિલ્લામાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતો ચિંતિત થયા છે. જો 7 દિવસમાં વરસાદ નહિ થાય તો ખેડૂતોએ વાવેલ પાક મરી શકે છે. કેટલાક ખેડૂતોના ખેતરમાં પિયતની સુવિધા છે પરંતુ 7 દિવસમાં વરસાદ નહિ થાય તો પાકને નુકશાન થવાની સંભાવના રહેલી છે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.

હાલ ગતવર્ષની સરખામણીએ 47.56 ટકા એટલેકે કુલ 51586 હેકટરમાં વાવેતર થયું છે ત્યારે ખેડૂતો વરસાદ વરસવાની રાહ જોઇને બેઠા છે જોકે 15 જુલાઈ સુધી ખેડૂતો મગફળીનું વાવેતર કરતા હોય છે અને ત્યાર બાદ પણ મગફળી વાવી શકાશે. હાલતો ખેડૂતો વરસાદની ચાતક નજરે મીટ માંડીને બેઠા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 7 જુલાઇ સુધી વરસાદ ખેંચાવાની સંભાવના દર્શાવાયેલી છે.

જિલ્લામાં 70 થી 80 ટકા ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે
પોરબંદર જિલ્લામાં 70 ટકાથી વધુ ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે. 2011ની ગણતરી મુજબ જિલ્લામાં 62000 ખેડૂતો નોંધાયેલ છે. ખરીફ પાકમાં મોટાપ્રમાણમાં મગફળીનું વાવેતર થાય છે. જો આગામી દિવસોમાં વરસાદ નહિ થાય તો ખેડૂતોએ વાવેલ પાકને નુકશાન થવાની ભીતિ રહેલી છે. > જગદીશ પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી,પોરબંદર

અન્ય સમાચારો પણ છે...