તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ પોરબંદરમાં લારી ગલ્લા ધારકોને કેશ ડોલ્સ ચૂકવો, જિલ્લા કલેકટરને રજુઆત કરાઈ

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદર શહેરમાં કોરોનાને પગલે લોકડાઉનમા બેકાર બનેલા લારી ગલ્લા ધારકોને હજુસુધી પાલિકા દ્વારા કેશ ડોલ્સ ચુકવવામાં આવ્યો નથી જેથી વહેલી તકે ચુકવણું કરવા સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.

પોરબંદરમાં સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરુએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી છે કે, કોરોના મહામારી દરમ્યાન પોરબંદરમાં લોકડાઉન દરમ્યાન બેકાર બનેલા નાના લારી ગલ્લા ધારકો અને શ્રમિકોને ગુજરાત સરકાર તરફથી મહત્વના નિર્ણય લઈ બેકાર બનેલા ધંધાર્થીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કેશ ડોલ્સ ચુકવવાની થાય છે અને આ રકમ સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા ચુકવવાની થાય છે. પરંતુ આઠ માસ પછી પણ પોરબંદરના લારી ગલ્લા ધારકો અને શ્રમિકોને રૂપિયા ચૂકવ્યા નથી. જેથી લારી ગલ્લા ધારકો અને શ્રમિકોને વહેલી તકે ચુકવણું કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો