તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:5 વર્ષથી ઓછા સમયની સનધ ધરાવતા તમામ વકીલોને માસીક 5 હજાર વળતર તરીકે ચુકવો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લા બાર એસોની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને રજૂઆત
  • અનેક વકીલો કોરોનાનો ભોગ બન્યા છે, જૂનીયર વકીલોને વળતર ચૂકવો

કોરોનાની મહામારીમાં 5 વર્ષથી ઓછા સમયની સનંદ ઘરાવતા તમામ વકીલોને માસીક રૂ.5000 વળતર તરીકે ચુકવવા પોરબંદર જિલ્લા બાર એસોસીએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને રજુઆત કરાઈ છે. અનેક વકીલો કોરોનાનાે ભોગ બનેલા હોય અને તે પૈકી ગુજરાતમાં અનેક વકીલોના કોરોના ના કારણે મૃત્યુ પણ થયેલ છે. હાલ ગુજરાતની તમામ કોર્ટો બંધ છે. હાલ ગુજરાતના જુનીયર વકીલોની આર્થિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. ગુજરાત બાર કાઉન્સીલ પાસે કરોડો રૂપીયાનું ફંડ છે. અને આ ફંડ વકીલોના હીતમાં જ વાપરવાનું છે.

કોઈ સભ્ય વકીલનું મૃત્યુ થાય તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાત રૂપિયા ત્રણલાખ પુરા વળતરના ચૂકવે છે. અત્યારે જુનીયર વકીલોને આર્થિક મદદની જરૂરત છે. જેથી આ સંદર્ભે તાત્કાલીક મીટીંગ બોલાવી યોગ્ય નિર્ણય લઈ ગુજરાતના તમામ પાંચ વર્ષ કરતા ઓછી વકીલાત કરતા તમામ વકીલોને જયાં સુધી કોરોના મહામારી ચાલુ રહે ત્યાં સુધી દર મહીને રૂા. 5,000 વળતર તરીકે ચુકવવા યોગ્ય નિર્ણય લેવા પોરબંદર જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ શાંતિબેન ઓડેદરા અને ઉપપ્રમુખ ભરતભાઇ લાખાણીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનને લેખિતમાં રજુઆત કરી છે અને જરૂર પડયે મૃત્યુ સમયે જે રૂ।. 3 લાખ ચુકવવામાં આવે છે તેમાં ઘટાડો કરી રૂ. 2.50 કરી જે રકમ બચે તેમાંથી તાત્કાલીક હાલ જુનીયર વકીલોને માસીક વળતર ચુકવવા અને તે રીતે આ કપરાકાળમાં જુનીય૨ વકીલોને યોગ્ય મદદ કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...