કોમ્બિંગ નાઈટ:પોલીસ દ્વારા પેટ્રોલિંગ, દરિયાઈ વિસ્તારમાં ચેકીંગ કરી રૂ. 17,400નો દંડ ફટકારાયો

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટનું આયોજન કરાયું

આવનાર દિવસોમાં ધાર્મિક તહેવારો શરૂ થવાના હોય જેથી પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં કોમ્બીંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ જેમાં ધાર્મિક સ્થળો, હોટલ, ધાબા, વાહન ચેકીંગ, પેટ્રોલીંગ કરવા અને કાઇ ગેરકાયદેસર જણાઇ આવ્યેથી કાર્યવાહી કરવા ખાસ સુચના આપેલ, જે અનુસંધાને જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષકોના સુપરવિઝન હેઠળ, જિલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ દ્વારા કોમ્બીંગ નાઇટ કરવામાં આવેલ તેમજ જિલ્લાનાં મુખ્ય પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ અને ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું

તથા હોટલ,ધાબા, ધર્મશાળા, મુસાફીરખાના વિગેરેનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું આ ઉપરાંત દરીયાઇ પટ્ટી ઉપર આવેલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા દરીયાઇ વિસ્તારમાં આવેલ બંદર, મચ્છીમારી વસાહતોનું ચેકીંગ કામગીરી કરવામાં આવેલ હતી. કોમ્બીંગ દરમ્યાન પ્રોહીબિશનના 6 કેસ તથા 4 પાવતી આપી કુલ રૂ. 17,400નો દંડ વસુલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...