મુલાકાત:વિધાનસભાની ચૂંટણીને લઇ પાટીલ ફરી પોરબંદરમાં આવશે

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના વિવિધ સંગઠનો અને આગેવાનો સાથે મીટીંગ કરશે

પોરબંદરમાં વિધાનસભાની ચુંટણીને લઇને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ફરીથી પોરબંદરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત 2 દિવસની રહેશે અને મુલાકાત દરમિયાન તેઓ જીલ્લાના વિવિધ સંગઠનો અને આગેવાનો સાથે મીટીંગ કરશે.વિધાનસભાની ચુંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ હાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે અને જાન્યુઆરી માસમાં પોરબંદરની બે દિવસની મુલાકાતે આવવાના છે અને પોરબંદરમાં બે દિવસનું રોકાણ કરીને જીલ્લા ભાજપના આગેવાનો અને વિવિધ સંગઠનો સાથે મુલાકાત કરશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

જો કે તેની તારીખો નક્કી થયા બાદ તેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. 2022 ની વિધાનસભાની ચુંટણીને લઇને ભાજપ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પેજ પ્રમુખ અને જીલ્લા સંગઠનના માળખાને મજબૂત બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે પાટીલ પોરબંદર આવી રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન પાટીલ જીલ્લા સંગઠનના આગેવાનો, સ્થાનિક ચુંટાયેલા પ્રતિનિધિઓ, સંઘ પરિવાર, ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલી વેપારી સંસ્થાના આગેવાનો, ડોકટરો, વકીલો, સામાજીક સંસ્થાના આગેવાનો, દૂધ ઉત્પાદકો, ખેડૂત આગેવાનો અને સંતો સાથે મીટીંગ યોજશે. આગામી 15 જાન્યુઆરી આસપાસ સી. આર. પાટીલ પોરબંદર આવે તેવી અટકળો જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...