ક્રાઈમ:સાસરિયાંઓ વિરૂદ્ધ દહેજ મુદ્દે પરિણીતાની ફરિયાદ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છાંયા જુના વણકરવાસમાં રહેતી એક પરીણાતા પાસે દહેજની માંગણી કરી ત્રાસ  આપનાર  સાસરીયાઓ સાસુ , સસરા તથા પતિ વિરૂધ્ધ પરિણીતાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. છાંયાના જુના વણકરવાસમાં રહેતી અને હાલ પોતાના માવતરે રઘુવંશી સોસાયટીમાં રહેતી લીના ઉર્ફે નિલમ જયેશભાઇ શીંગરખીયા નામની પરીણાતાને દહેજ બાબતે તેણીના સાસુ વાલીબેન લાખાભાઇ શીંગરખીયા, સસરા લાખાભાઇ ગોવિંદભાઇ શીંગરખીયા  તથા તેણીના પતિ જયેશભાઇ લાખાભાઇ શીંગરખીયાએ લગ્ન જીવન દરમ્યાન દહેજ બાબતે પરણીતાને આરોપીઓ યેનકેન પ્રકારે હેરાન કરી શારીરીક-માનસીક દુઃખ ત્રાસ આપી, ભૂંડી ગાળો કાઢી માર માર્યો હતો. આ અંગે પરણીતાએ પોતાના સાસરીયાઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...